પ્રેમમાં નરક બની ગઈ હતી આ સુંદરીની જિંદગી! 3 વખત મળ્યો દગો, આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો...

Sun, 08 Sep 2024-7:43 pm,

આ હસીના કોઈ અન્ય નહીં પરંતુ ટીવીની જાણીતી અભિનેત્રી અદા ખાન છે. અદા ખાન મુંબઈની રહેવાસી છે. વર્ષ 2013માં અદાના માતા પરવીન ખાનનું કેન્સરથી મોત થઈ ગયું હતું. અદાના ભાઈનું નામ ઇમરાન ખાન અને પિતાનું નામ અબ્બાસ ખાન છે. અદાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તેણે શરૂઆતમાં ઘણી જાહેરાત કરી અને પછી વર્ષ 2009માં એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

આ શોનું નામ 'પાલમપુર એક્સપ્રેસ' હતું જે તે સમયે સોની ટીવી પર પ્રસારિત થતું હતું. આ સાથે તે વર્ષ 2010માં આવેલી 'સિસ્ટર્સ'માં જોવા મળી હતી. આ પછી તે 'અમૃત મંથન', 'યે હૈ આશિકી', 'ક્રાઈમ પેટ્રોલ', 'કોડ રેડ' અને 'વેલકમ - બાઝી મેહમાન નવાજી કી'માં જોવા મળી હતી.

પરંતુ તેને પોપુલેરિટી સૌથી વધુ એકતા કપૂરના સુપર નેચરલ શો નાગિનમાં મળી. આ સીરિયલમાં અદા કાલી નાગિન શેષાના નામથી જાણીતી થઈ અને ત્યારથી સતત છવાયેલી છે. આ શો સિવાય તે ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી છે. અદાનું કરિયર જેટલું શાનદાર રહ્યું એટલી તેની લવ લાઇફ દર્દનાક રહી. અદાખાન અને જાણીતા એક્ટર અંકિત ગોરાની પ્રથમ મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી.

બંનેને પાર્ટી કરવી ગમતી એટલે બંને પાર્ટીઓમાં એકબીજાને મળવા લાગ્યા. આ બંને ધીરે ધીરે એકબીજાની નજીક આવ્યા અને આ મિત્રતા સંબંધમાં બદલાઈ ગઈ. બંને સાર્વજનિક સ્થળો પર પણ સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદા તેના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતી અને અંકિત સાથે લગ્ન કરવા માંગતી હતી આ દરમિયાન, અંકિત ગેરાની તેની કો-સ્ટાર રૂપલ ત્યાગી સાથેની નિકટતાના સમાચાર આવવા લાગ્યા.  

એક જૂના ઈન્ટરવ્યુમાં અદા ખાને એમ પણ કહ્યું હતું કે અંકિત ગેરાએ તેની સાથે ત્રણ વખત છેતરપિંડી કરી હતી. તેઓએ અંકિતને અન્ય કોઈ સાથે રંગે હાથે પકડી પાડ્યો હતો. પરંતુ તેણીએ અંકિતને ત્રણેય વખત તક આપી અને એક ક્ષણ આવી જ્યારે અદાને તેના સંબંધનો અંત લાવવાની ફરજ પડી. અદાએ ઈન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું કે આ બ્રેકઅપ બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પણ પછી મારી જાત પર કાબૂ રાખ્યો અને નવું જીવન શરૂ કર્યું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link