બાળપણમાં પિતાનું મોત, કચરામાંથી ઉઠાવી ભોજન કર્યું, હવે વર્ષે કરોડોની કમાણી કરે છે આ એક્ટ્રેસ

Tue, 03 Sep 2024-9:37 pm,

આ અભિનેત્રી અને કોમેડિયન કોઈ અન્ય નહીં ભારતી સિંહ છે. ભારતીએ પોતાના કરિયરમાં જે હાસિલ કર્યું તેને મેળવવામાં લોકોની ઉંમર પસાર થઈ જાય છે. આજે તે એક શો હોસ્ટ કરવા માટે મોટી ફી લે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેની વાર્ષિક કમાણી આશરે 10.93 કરોડ છે.

તેની આ સફર સરળ નહોતી. માર્ગ કાંટાળો હતો અને તે ચાલતી રહી. પોતાના ઘણા જૂના ઈન્ટરવ્યુમાં ભારતીએ જણાવ્યું હતું કે તે સામાન્ય પરિવારમાંથી આવે છે. તે ત્રણ ભાઈ-બહેન છે. તેમના માતાના માત્ર 17 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા અને 23 વર્ષની ઉંમરે તે ત્રણ બાળકોની માતા બની ગઈ હતી.

પરંતુ જ્યારે ભારતી માત્ર 2 વર્ષની હતી તો તેના પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો. તેના પિતાનું અચાનક મોત થતાં જીવનમાં સંઘર્ષ શરૂ થયા. તેનું બાળપણ ગરીબીમાં પસાર થયું. એક વખત ભારતીએ કહ્યું કે ઘણીવાર અમે લોકો અડધુ જમીને સૂતા હતા. ઘણીવાર તો ડસ્ટબિનથી ઉઠાવી ખાતા હતા.   

એક દિવસ ભારતીનું ભાગ્ય ચમકી ગયું અને તેને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ શો મળ્યો. આ શોમાં ભારતીએ પોતાના કોમિક ટાઇમિંગથી લોકોને ખુબ હસાવ્યા. આ શોમાં ભારતીએ લલ્લી બની લોકોનું એટલું મનોરંજન કર્યું કે લોકો આજે પણ તે શોને યાદ કરે છે.

ત્યારબાદ વર્ષ 2010માં કોમેડી સર્કસ કે સુપરસ્ટાર, કોમેડી સર્કસ કે તાનસે અને કોમેડી સર્કસ કે અજૂબે જેવા ઘણા રિયાલિટી શોમાં કામ કર્યું. ધીમે-ધીમે ભારતીની લોકપ્રિયતા વધી ગઈ તો તે કૃષ્ણા અભિષેકની સાથે કોમેડી નાઇટ્સ બચાવો અને કોમેડી નાઇટ્સ લાઇવમાં જોવા મળી હતી.  

ટીવો શોમાં લોકોને હસાવવા સિવાય ભારતીએ પંજાબી ફિલ્મો અને બોલીવુડ ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો. એક નૂર, યમલે જટ યમલે, જટ એન્ડ જૂલિયટ 2માં કામ કર્યું હતું. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી 786 અને પુલકિત સમ્રાટની ફિલ્મ સનમ રેમાં પણ જોવા મળી હતી.

જ્યાં એક તરફ ભારતી પોતાના કરિયરમાં આગળ વધી રહી હતી તો તેની મુલાકાત કોમેડી સર્કસ શોમાં હર્ષ લિંબાચિયા સાથે થઈ. હર્ષ આ શોનો રાઇટર હતો. આ બંનેની મુલાકાત બાદ પ્રેમ થયો અને 11 વર્ષ સુધી ડેટ કર્યું હતું. ત્યારબાદ 2017માં બંનેએ લગ્ન કર્યા હતા. આ કપલને એક પુત્ર પણ છે, જેનું નામ લક્ષ્ય છે.  

ભારતી અને હર્ષ પોતાનો બ્લોગ પણ ચલાવે છે, જેના કારણે યૂટ્યુબ પર તેના મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય પોડકાસ્ટ પણ કરે છે. બંનેની ફેન ફોલોઇંગ ખુબ વધારે છે અને બંને ઈન્ડસ્ટ્રીમાંથી મોટી કમાણી કરે છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link