ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાને ધક્કે ચઢાવાયા, ક્ષત્રિયોના વિરોધે મોટું સ્વરૂપ લેતા માહોલ બગડ્યો

Mon, 22 Apr 2024-10:01 am,

સાબરકાંઠાના વડાલીમાં ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલય ઉદ્ઘાટનનો ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ દર્શાવાયો હતો. જેમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની હાય બોલાવી વિરોધ કર્યો હતો. વિરોધ કરતા સમયે ક્ષત્રિય સમાજના લોકો રોડ પર બેસી ગયા હતા. મોટા ટોળા સ્વરૂપ ધસી આવી વિરોધ પ્રદર્શન કરાયુ હતું. 

કોંગ્રેસના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કૂંપાવત પણ પ્રદર્શનમા આગેવાની કરતા નજર આવ્યા હતા. કાર્યાલય પર વિરોધ કરવા આવેલાને પોલીસે પાછા વાળતા સમયે ઇડર બેઠકના ધારાસભ્ય રમણલાલ વોરા સાથે પણ ઝપાઝપી થઈ હતી. વિરોધ કરી રહેલા લોકો સાથે ધારાસભ્ય રમણલાલ વોરાનું શાબ્દિક બોલાચાલી પણ જોવા મળી. વિરોધ કરતા પહેલા વડાલી પોલીસે બે જણાને નજર કેદ કર્યા હતા.  

આ અંગે રમણલાલ વોરાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ક્ષત્રિય સમાજનું બહાનું કાઢી અન્ય લોકોને સાથે રાખી ક્ષત્રિય સમાજના નામે હોબાળો કર્યો હતો અને બેઠકમાંમાં ખલેલ પહોંચાડી હતી. રમણલાલ વોરાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરવાનો અધિકારી ભોગવે પરંતુ કોંગ્રેસ અને તેના મળતિયાઓ ક્ષત્રિય સમાજના નામે જે કામ કરી રહ્યાં છે, તેના કારણે ક્ષત્રિય સમાજને આગામી દિવસોમાં નુકસાન થશે. 

થોડા સમય પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડીમાં ઘર ઘર સંપર્ક બેઠક યોજાઈ હતી. આબેઠક દરમિયાન ઉમેદવાર બદલવા જિલ્લા પંચાયતના સદસ્યો સૂત્રોચ્ચાંર સાથે રજુઆત કરાઈ હતી. ત્યારે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા અપશબ્દો બોલ્યા હતા. કચ્છી સમાજ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને અપશબ્દો કહ્યા હતા. રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને અશ્લીલ ગાળો બોલવાના આક્ષેપને લઈને મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link