ઊંટગાડી ચલાવનાર માતા-પિતાનો દીકરો છે આજે ગુજરાતનો IPS, 6 વર્ષમાં 12 સરકારી નોકરીઓ છોડી

Mon, 11 Sep 2023-2:13 pm,

પ્રેમસુખ ડેલુ મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તાલુકામાં આવેલા રાસીસર ગામના રહેવાસી છે. પ્રેમસુખ ડેલુનો જન્મ અહીં 3 એપ્રિલ 1988ના રોજ ઊંટ ગાડી ચલાવતા રામધન ડેલુ અને ગૃહિણી બુગી દેવીના ઘરે થયો હતો. પ્રેમસુખ ડેલુ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. મોટા ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. 

ગુજરાત કેડરના IPS બન્યા બાદ પ્રેમસુખ ડેલુએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ ભાનુશ્રી સાથે લગ્ન કર્યા હતા. નાગૌર તહસીલના સાતેરન ગામના એક શિક્ષક દંપતીની પુત્રી ભાનુશ્રીએ સ્નાતક થયા બાદ પીએચડી કરી છે. IPS પ્રેમસુખ ડેલુ અને ભાનુશ્રીના લગ્ન બિકાનેરના શ્રી ગણેશમ રિસોર્ટમાં થયા હતા. સરકારી શાળા-કોલેજમાં અભ્યાસ કરીને અધિકારી બનેલા પ્રેમસુખ ડેલુએ પ્રારંભિક શિક્ષણ તેમના ગામ રાસીસરની સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું. આ પછી તેમણે બીકાનેરની સરકારી ડુંગર કોલેજમાં અભ્યાસ કર્યો. ઈતિહાસમાં MA અને B.Ed ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. 

એમ.એ.માં ગોલ્ડમેડલ વિજેતા હતા. ઇતિહાસમાં UGC-NET અને JRF પરીક્ષા પણ પાસ કરી. પછી તેમણે પિતરાઈ ભાઈ શ્યામ સુંદર ગોદારા સાથે બિકાનેરમાં ભાડાના મકાનમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી. શ્યામ સુંદર ગોદારા આરએએસ અધિકારી છે. પ્રેમસુખ ડેલુએ  ગ્રેજ્યુએશન પછી પહેલી નોકરી પટવારીની પોસ્ટ પર કરી હતી. વર્ષ 2010 માં પટવારી હોવા છતાં તેમણે એમએ પણ કર્યું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખી હતી અને 6 વર્ષમાં 12 નોકરીઓ મેળવી હતી. આજે તેઓ જામનગરમાં એસપી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. 

IPS પ્રેમસુખ ડેલુને પહેલા પટવારીની નોકરી મળી. આ પછી તેમણે રાજસ્થાન ગ્રામસેવકની પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું. પરંતુ તેમણે તેમની તૈયારી ચાલુ રાખી અને રાજસ્થાન આસિસ્ટન્ટ જેલરની ભરતીની પરીક્ષા પાસ કરી એટલું જ નહીં ટોપર પણ રહ્યા હતા. જેલરનું પદ સંભાળતા પહેલા જ તેઓ રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર બન્યા હતા. ત્યાં સુધીમાં યુજીસી નેટની પરીક્ષા પાસ કરવાની સાથે તેમણે બી.એડ પણ કરી લીધું હતું. હવે તેને કોલેજમાં લેક્ચરરની નોકરી મળી ગઈ. આ પછી તેણે UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ પછી તેઓ રાજસ્થાન પીસીએસ પરીક્ષા દ્વારા તહસીલદાર પદ માટે પસંદ થયા.  

તહસીલદાર જેવા અત્યંત વ્યસ્ત અને જવાબદાર પદ પર હોવા છતાં તેમણે આઈએએસ બનવાનું સ્વપ્ન છોડ્યું ન હતું. ઓફિસની ડ્યુટી પૂરી કરીને તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. અંતે, વર્ષ 2015 માં તેમણે બીજા પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા મેળવી. તેઓ આઈપીએસ બન્યા. પ્રેમસુખ ડેલુનો ઓલ ઈન્ડિયા રેન્ક 170 હતો. તેમનું પ્રથમ પોસ્ટિંગ ગુજરાતના અમરેલી જિલ્લામાં ACP તરીકે થયું હતું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link