જુઓ કચ્છથી સીધી તસવીરો, વાવાઝોડાએ સર્જેલી નુકસાની બાદ કામે લાગ્યું NDRF

Fri, 16 Jun 2023-10:51 am,

ફાયરની ટીમે આદેશ અનુસાર ટ્રી કટિંગ અને રેસ્ક્યુ માટે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. કચ્છમાં એનડીઆરએફની ટીમ રેકી માટે બહાર નીકળી છે. નલીયા, લખપત, નખત્રાણા, માંડવી, ગાંધીધામ સહીત વિસ્તારો મા એનડીઆરએફની ટીમ રેકી માટે નીકળી છે. કચ્છમાં ડેપ્યુટ કરવામા આવેલી ટીમ વિસ્તારની સ્થિતિ જાણવા એનડીઆરએફની ટીમ ફરીને રેકી કરશે. 

કચ્છમાં પવનની ગતિ હળવી થતા જ NDRFની ટીમે કામગીરી શરૂ કરી છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોને કાપવાનું શરુ કર્યું છે. NDRF બટાલિયન 6ની ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે. તો નખત્રાણાના મોટા ધાવડા નજીક વૃક્ષો કાપવામાં આવ્યા છે. રસ્તા પર પડેલા વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. 

માંડવીમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી માંડવીમાં પણ NDRFની ટીમે કામગીરી શરૂ કરી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link