ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો, બે ટેમ્પો ટ્રાવેલર એકસાથે ભટકાઈ
ચાર ધામની યાત્રા દરમિયાન ગંગોત્રી જતા ગુજરાતી પરિવારોને અકસ્માત નડ્યો છે. ગઈકાલે બપોરે 12.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બે ટેમ્પો ટ્રાવેલરના એક સાથે ટકરાતા અકસ્માત થયો હતો.
એક ટેમ્પો ટ્રાવેલર પલટી મારી તો બીજો ટેમ્પો ટ્રાવેલર ભેખડ સાથે અથડાયો હતો. જેમાં દર્શનાર્થીઓને સામાન્ય ઇજાઓ હોવાથી નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાજકોટના વિમલ કાંબરીયાએ આ અકસ્માતનો વીડિયો ઉતારી ઝી 24 કલાકને મોકલ્યો હતો. જોકે, અકસમાત બાદ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું.
ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓને બુધવારે પણ લાંબા જામમાંથી રાહત મળી નહોતી. જો કે રાજ્ય સરકારે મુસીબતો ઓછી કરવા માટે કેટલાક ઉપાય લાગુ જરૂર કર્યા છે. પણ તેની અસર એક-બે દિવસમાં જોવા મળશે. હાલ સૌથી વધારે મુશ્કેલી યમુનોત્રી અને ગંગોત્રીના માર્ગો પર છે.
ચારધામ યાત્રામાં કિલો દહીંના રૂ.200, બટેટાના 100 રૂપિયા ભાવ વસૂલાઈ રહ્યાં છે. અહીં મેડિકલની કોઈ સુવિધા ન મળી રહી. ચીજવસ્તુ ખરીદવા શ્રદ્ધાળુઓને 4 કિમી સુધી ચાલવું પડે છે.
ટ્રાફીક કાઢવા માટે ઉત્તરકાશીના પ્રશાસકોએ બિનજરૂરી સ્થળોના વન-વે બંધ કરી દીધા હતા. તેના કારણે એકસાથે ગાડીઓની અવરજવર શરૂ થતા ટ્રાફીક ધીમે ધીમે આગળ વધ્યો હતો. જો કે જ્યાં હજુપણ આ સિસ્ટમ લાગુ છે ત્યાં 5થી 10 કલાક સુધી લોકોને રાહ જોવી પડી હતી. ચારધામ રુટ પર 20થી 25 કલાકના જામથી ઉત્તરાખંડ સરકાર પરેશાન થઈ ગઈ છે. ચારધામ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડને તમામ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે.