નિરાધાર બાળકની વ્હારે આવ્યા ખજૂરભાઈ, માનવતા જોઈ રડી પડ્યો કિશોર

Wed, 20 Dec 2023-2:31 pm,

ધર્મજ ગામના 13 વર્ષના નયનની માતા નાનપણમાં છોડી ચાલી ગઈ હતી અને પિતા રખડતા ફરતા હતા. દાદી તેણીનું ભરણપોષણ કરતી હતી પરંતુ ચાર વર્ષ પૂર્વે દાદીનું પણ અવસાન થયું હતું.  

આ કારણે નયન નિરાધાર બન્યો હતો. તેમજ આ નાનકડા કિશોરનું મકાન પણ વાવાઝોડામાં તૂટી ગયું. તેને આસપાસનાં લોકો જમવાનું આપતા હતા. નયન સારી રીતે બોલી પણ શક્તો નથી, પણ તે 9માં ધોરણમાં અભ્યાસ કરે છે

આ નિરાધાર બાળકની વાત ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીનાં ધ્યાનમાં આવતા તેઓ ધર્મજ ગામમાં દોડી આવ્યા હતા.  

નયનનું જર્જરિત મકાન જોઈ ખજૂરભાઈનું દિલ દ્રવી ઉઠ્યું હતું અને તેઓએ નયનનું નવું મકાન બનાવવાનું નક્કી કરી જાતે ઈંટો ઊંચકી મકાનને બનાવવાનું ચાલુ કરી દીધું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link