આ આગાહી તો સાચી પડી, હવે અંબાલાલની ફરી નવી આગાહી! જાણો ગુજરાત પર કયું મોટું સંકટ આવશે!

Mon, 05 Aug 2024-4:59 pm,

Ambalal Patel Prediction about Rainfall: દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ થશે. જ્યારે 26મી ઓગસ્ટે સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ રહેશે.  

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે, ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદી જોર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી નડિયાદ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા ભાવનગર, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી મહેસાણા, પાટણમાં પણ મધ્યમ વરસાદની શક્યતા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા.

ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાયેલાં છે. અલબત્ત એમ કહો કે આખું ગુજરાત હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તો પણ અતિશયોક્તિ નથી. કારણકે, આગાહીકાર અંબાલાલ પટેલની ભાખેલી ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે. ગુજરાત પર એક સાથે એક બે નહીં પણ ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રીય થઈ ગઈ છે. દરિયો તોફાની બન્યો છે. અને આ બધાની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે સૌથી મોટા પૂરનું સંકટ...રાજ્યના નવસારી જિલ્લામાં હાલ પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જેને કારણે ત્રણ દ્વારા ટીમો કામે લગાવાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ગુજરાતમાં ક્યાંક રેડ, ક્યાંક ઓરેન્જ ક્યાંક યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યાં.

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ ગુજરાત પર તોળાઈ રહ્યું છે વિનાશક પૂરનું સંકટ. કારણકે, ગુજરાતના માથે એક બે નહીં પણ ત્રણ ત્રણ પાવરફૂલ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જોને કારણે ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ. ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે. 

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે.

આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી આપવામાં આવી છે. ભાવનગર, દ્વારકા અને, કચ્છમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને, તાપીમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. ખાસ કરીને વલસાડમાં ઔરંગા નદી પણ ભયજનક સપાટીને પાર. કાશ્મીરનગર થયું પાણી પાણી. તો વલસાડથી 40 ગામોને જોડતા રસ્તો થયો બંધ. પાણીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યું. ઑફશોર ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટીવ બની છે. જેને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને નદીઓ ગાંડીતૂર બનતા નવસારી પાણી પાણી. બીલીમોરા થયું પાણીમાં ગરકાવ.. ઘોલ ગામ બેટમાં ફેરવાતા 1 હજાર લોકોને અસર.. સીએમ ભૂપેન્દ્ર પટેલે નવસારી, વલસાડની સ્થિતિ અંગે મેળવી માહિતી.  

ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link