બોબડું બાળક પણ અહીં આવીને બોલતુ થઈ જાય છે, સંતરામ મંદિરમાં માતાપિતાએ બોર ઉછાળી બાધા પૂરી કરી

Thu, 25 Jan 2024-2:32 pm,

જો તમારૂ બાળક બરાબર બોલતુ ન હોય અને કોઇ તમને કહે કે સંતરામ મંદીરમાં બોર ઉછાળવાથી તે બરાબર બોલતુ થઇ જશે તો. જીહા, વાત માન્યામાં નહી આવે પરંતુ આ હકીકત છે. ખેડાના નડિયાદ સ્થિત સંતરામ મંદીરમાં પોષી પુનમના દિવસે હજારો લાખો શ્રધ્ધાળુઓ આવે છે. જેઓ બોર ઉછાળી પોતાની માનતા પુરી કરે છે. 

આજના દિવસે આ મંદિર માં આશરે 15 ટન કરતા પણ વધારે ભક્તો દ્વારા બોર ઉછાળવામાં આવ્યા છે. આજના દિવસે આ સંતરામ મંદિરમાં ગુજરાભરમાંથી શ્રધ્ધાળુ ભકતો પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે.   

ગુજરાતના દરેક યાત્રાધામોમાં પૂનમનો અલગ-અલગ મહિમા રહેલો છે. ત્યારે નડિયાદ સંતરામ મંદિરની જો વાત કરવામાં આવે તો નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમ અલગ રીતે ઉજવાય છે. જેમાં ભક્તોના સંતાનો જલ્દી બોલતા થાય તે માટે બોર ઉછાળવાની બાધા રાખવામા આવે છે બાધા પૂર્ણ થયે બોર ઉછાળે છે.

બાળક જન્મે ત્યારે જલ્દી બોલ તું ના હોય તો ભક્તો દ્વારા આ બાધા માનતા માનવામાં આવે છે. સાથે સાથે પોતાના સંતાન તો ખરા જ, પરંતુ સગા વહાલા ના સંતાનો માટે પણ ભક્તો પોષી પૂર્ણિમાને દિવસે નડિયાદ સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે

પોષી પૂર્ણિમાને દિવસે હજારો કિલો જેટલા બોર સંતરામ મંદિરમાં ઉછાળવામાં આવે છે. જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ભક્તો પોતાના નાના બાળકો અને પરિવાર સાથે મંદિરમાં આવી સૌપ્રથમ તો સંતરામ મહારાજના સમાધિ સ્થાન આશીર્વાદ મેળવી અને બોર ઉછાળી માનતા પૂરી કરતા હોય છે.

બીજી તરફ બોરના વેપારીઓની જો વાત કરવામાં આવે તો આજના દિવસે નાના-મોટા દરેક વેપારી પોતાનું ગુજરાન ચલાવવા સંતરામ મંદિર બહાર જ પથારો પાથરી બોર વેચતા હોય છે. તેમને પણ સારી આવક થાય છે.   

નડિયાદનું સંતરામ મંદીર, 200 વર્ષ કરતા પણ જુના આ મંદીરમાં વર્ષોથી પોષી પુનમના દિવસે બોર ઉછોળવામાં આવે છે. દુર દુરથી આવતા ભાવિક ભક્તો અહી આવી બોર ઉછાળે છે અને પોતાની બાધા પુરી કરે છે. પણ શુ હોય છે આ ભક્તોની બાધા, શા માટે તેઓ ઉછાળે છે બોર, અને શા માટે પોષી પુનમના દિવસેજ આ ભક્તો બોર ઉછાળે છે એ પ્રશ્ન જરૂર તમને થતો હશે.

તો અમને આપને જણાવી દઇએ કે નડીયાદના સંતરામ મંદીરે પોષી પુનમને બોર પુનમ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 190 વર્ષ પહેલા જ્યારે સંતરામ મહારાજ અહીની ગાદી પર બીરાજમાન હતા તે વખતે એક દુખી માતાએ સંતરામ મહારાજને પોતાનું બાળક બરાબર બોલતુ નહી હોવાની ફરીયાદ કરી હતી. જે સમએ મહારાજશ્રીએ દુખી માતાને બાધા રાખવાનું જણાવ્યું હતુ અને આશીર્વાદ આપ્યા હતા. જે બાદ તેનુ બાળક બોલતુ થઇ જતા તે માતાએ સંતરામ મંદીરે બોર ઉછાળી પોતાની બાધા પુરી કરી હતી. બસ એજ દિવસથી નડીયાદના સંતરામ મંદીરમાં પોષી પુનમને બોર પુનમ તરીકે ઓળખવામાં આવે છે અને કેટલાય માતા પિતા તેમના સંતાનો યોગ્ય રીતે બોલતા થઇ જાય તે માટે અહી આવી બોર ઉછાળી સંતરામ મહારાજ દિવ્ય જ્યોત અને સમાધીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે

આમ તો પોષી પુનમ એટલે વર્ષની મોટી પુનમ તરીકે ઓળખાતી હોય છે. પણ નડીયાદના સંતરામ મંદીરના ભક્તો દ્રારા આ પુનમને બોર પુનમનું ઉપનામ આપી દેવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત અને આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં એવા માતા પિતા અહી ઉમટી પડતા હોય છે જેઓની બાધા ફળી હોય છે અને જેમના સંતાનો યોગ્ય રીતે બોલતા થઇ ગયા હોય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link