વરસાદ અંગે અંબાલાલ ગમે તે કહેતા પણ આ જ્યોતિષનો વરતારો જ પાડશે ગુજરાતનો વારો!

Wed, 03 Jul 2024-3:27 pm,

Gujarat Havy Rainfall: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આકશી આફતની આગાહી કરી છે. સમુદ્રમાં એકના બદલે બબ્બે સિસ્ટમ સક્રિય થયા હોવાની વાત પણ કરવામાં આવી છે. એકના બદલે સમુદ્રમાં બબ્બે સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થતાં હવે ગુજરાત પર ઘેરાઈ રહ્યાં છે સંકટના વાદળો. આવી સ્થિતિની વચ્ચે સામે આવ્યો છે વરસાદ અંગે જાણીતા જ્યોતિષાચાર્યનો વરતારો...

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. 

જ્યોતિષાચાર્ય ડો. હેમિલ.પી.લાઠીયાએ જણાવ્યું છેકે, હાલ વરસાદ દરેક જગ્યાએ સારો વરસી રહ્યો છે અને ગ્રહ, નક્ષત્ર, વરસાદના વરતારા ની એક મારી ગણતરી મુજબ તા.૭/૭/૨૪ રવિવાર સુધી વરસાદની અપેક્ષા રાખી શકાય.

તા. ૮/૭/૨૪ સોમવારથી તા. ૧૬/૭/૨૪ મંગળવાર સુધી વરસાદ ન વરસે તેવું અનુમાન મારી ગણતરીમાં આવી રહ્યું છે ત્યાર બાદ ફરી વરસાદ વરસે તેવું અનુમાન છે.

જ્યોતિષાચાર્ય ડો. હેમિલ.પી.લાઠીયાએ જણાવ્યું છેકે, અષાઢી બીજ રવિવાર તા. ૭/૭/૨૪ ની રાત્રે ચંદ્ર દર્શન કરવાના પણ લાભ ઘણા વિદ્વાનો જણાવતા હોય છે ચંદ્ર દર્શન કરવાથી આર્થિક, શારિરીક, માનસિક લાભ ચંદ્ર દેવ ની કૃપાથી થાય છે. આ દિવસે રાત્રે બે હાથ વડે ખોબો ધરી પ્રાર્થના કરવામાં આવે છે.

જ્યોતિષાચાર્ય ડો. હેમિલ.પી.લાઠીયાએ જણાવ્યું છેકે, જેમને વારંવાર ગુસ્સો, માનસિક તણાવ જેવી બાબત માં પૂનમ ના ચંદ્ર દર્શન ની સલાહ આપતા હોય છે તેઓ પણ આ દિવસે ચંદ્ર દર્શન કરે તો પણ લાભ થાય છે, અષાઢી બીજ ના ચંદ્ર પરથી કેટલાક જાણકારો વ્યાપાર ની તેજી મંદી, ઋતુ અંગેનું અનુમાન વગેરે જેવી બાબત પણ ધ્યાનમાં કરતા હોય છે.

વરસાદ પ્રકૃતિનો પ્રાણ છે. કારણ કે, ઉનાળાની ઋતુમાં ધરતી સુકાઈ જાય છે.પાણીના તળ જમીનમાં નીચા જતા રહે છે. વનરાજી સુકાઈ જાય છે.વૃક્ષો પાંદડા વગર ખાલી ખમ દેખાય છે. ત્યારે વરસાદ આવવાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. એટલું જ નહીં વરસાદની રાહ જોતો ખેડૂત પ્રકૃતિમાં વરસાદના સોનેરી છાંટા પડતા ગેલમાં આવી જાય છે. એટલા માટે જ વરસાદને પ્રકૃતિનો પ્રાણ કહેવામાં આવ્યો છે.

ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે. ખેડૂત અને માલધારી પશુ-પંખી વરસાદની રાહ જોતા હોય છે. જો કે, આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો. જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો. હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link