આને સ્વર્ગ કહેશો કે સ્વિત્ઝર્લેન્ડ, વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક સુંદર સ્થળ છે
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વઘઇનો આકાશી કેમેરામાં નયનરમ્ય દ્રશ્યો કેદ થયા છે. વઘઈ સહિત આજુબાજુનો વિસ્તાર વરસાદી માહોલમાં લીલો છમ બની ગયો છે. આકાશી કેમેરામાં કેદ થયો વઘઇ સહિત આજુબાજુનો વિસ્તાર.
આહલાદક વાતાવરણમાં સર્જાતા અદ્ભુત નઝારાથી પ્રવાસીઓ ખુશ ખુશાલ બન્યા છે. સોળે કળાએ ખીલ્યો વઘઇ સહિત આજુબાજુનો વિસ્તાર. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનો અદ્ભુત નજારો જોઈ તમારી આંખોને વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક ભાગ છે.
ગુજરાતમાં ડાંગ જિલ્લો પ્રવાસન સ્થળ તરીકે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આવામાં ગીરાધોધનો પણ આકાશી નઝારો સામે આવ્યો...
વરસાદી આહલાદક વાતાવરણમાં સોળે કળાએ ખીલી અહીં ઉભી થયેલી પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈને આકર્ષે તેવી છે, ત્યારે અહીં રજાઓના દિવસે આ પ્રાકૃતિક સુંદરતાને નજીકથી માણવા લાખો સહેલાણીઓ આવી રહ્યા છે.