આ 7 સ્થળ છે ગુજરાતમાં સૌથી યુનિક અને બજેટ ફ્રેન્ડલી! એક પણ જગ્યા નહીં જોઈ હોય એની ગેરંટી!
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારણ્ય ખાતે આવે છે.
નરારા ટાપુ ગુજરાતની યુનિક જગ્યાઓમાંથી એક છે. અહીં ફરવાની ખુબ મજા આવે છે. અહીંના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જેવા કે સ્ટાર ફીશ, પફર ફીશ, ગ્રીન ક્રેબ એટલે કે લીલો કરચલા સાથે બીજા 30 વધુ જાતના અન્ય કરચલાં, આઠ પગધારી ઓક્ટોપસ, 200 જાતની માછલી, 3 જાતના કાચબા, 20થી વધુ જાતના જીંગા, 94 જાતના દરિયાઈ પક્ષીઓ, 37 જાતના પરવાળા, 108 જાતની લીલ અને દરિયાઈ સર્પની સાથે સમુદ્રી ફૂલો અને અનેકો વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે. અમદાવાદથી આ સ્થળ (નરારા ટાપુ) 400 કિમી દૂર આવેલું છે. જ્યારે જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલું નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિને આપણે ચાલીને જોઈ શકીએ. દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખુલ જા સિમ-સિમ કેહતા હોઈ એમ જીવ શ્રુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે. કારણ કે ઓટના સમયે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે. એ સમયે અહીં જે નજારો જોવા મળે છે તેવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય.
જાંબુઘોડા અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિલોમીટર અને વડોદરાથી આશરે ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું[૧] એક વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે ૧૯૯૦ની સાલમાં અભયારણ્ય તરીકે જાહેર કરાયેલું આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે જેનાથી તેના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે. આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે (ટ્રેકિંગ સાઇટ્સ) અને તે એક શાનદાર વન વિહાર સ્થળ છે. આ ઉપરાંત એક વન વિભાગ આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો નજીકમાં ઉપલબ્ધ છે. દિપડો આ અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય (વાદળી બુલ, એશિયા ખંડનું સૌથી મોટું સાબર), ચોશિંગા હરણ (ચારસિંગા કાળિયાર) વગેરેનું પણ જાંબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન છે. વિવિધ જાતનાં સાપ, અજગર, મગરમચ્છ જેવા સરીસૃપો પણ અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે. અભયારણ્યમાં આવેલા સાગ, સિસમ, ખેર, મહુડો, વાંસ, બીલી, દુધળો, વગેરેનાં વૃક્ષો ને કારણે પક્ષીઓ પણ ઘણી સંખ્યામાં જોવા મળે છે. આ વન્યસૃષ્ટિ અભયારણ્યમાં કડા ડેમ અને ટારગોલ ડેમના નામે બે બંધ બનાવાયેલાં છે. ચાંપાનેર, પાવાગઢ, ઝંડ હનુમાન, સુખી બંધ અને કડા બંધ અહીંના નજીકના જોવા લાયક સ્થળો છે. જોકે, શિયાળા કરતા ચોમાસામાં જાંઘુ ઘોડાનું આકર્ષણ પ્રવાસીઓમાં બમણું થઈ જાય છે.
અમદાવાદથી ગિરનાર પંહોચવા માટે 317 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે.
એક દિવસીય પિકનિક માટે વિચારી રહ્યો છો તો આ સીઝનમાં ગુજરાતમાં વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ પ્લેસ હોઈ શકે છે. તેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક સ્થળ હોવાના કારણે પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.અહીંના મંદિરો આશરે 15મી સદીમાં બનાવેલા હોય એવું માનવામાં આવે છે. પોલો એક વખતે રાજસ્થાનનો ગેટ વે હતો. શાશકો દ્વારા દુશ્મનો અને નાગરિકોથી છુપાઈને આ સ્થળ બનાવામાં આવ્યું હતું. અહીં માત્ર પહાડી વિસ્તાર,મંદિર અને ઝરણું નથી. પણ હાર્ણવ નદી અને ડેમ પણ આવેલો છે. આ ડેમની ઊંચાઈ આશરે 40 થી 50 મીટર જેટલી છે. કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે. અમદાવાદથી પોલો ફોરેસ્ટ 110 કિમી અંતરે આવેલું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે[૫], સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્મારક સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. કેવડીયાથી બસ સેવા તેમજ સરદાર સરોવર બંધથી જેટ્ટી સેવા તેમજ રોપ-વેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્મારક દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ૫ કિમીના અંતરે આવેલું છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે સ્પેશિયલ ટ્રેન સેવા પણ શરૂ કરી છે. અહીં વિશાળ વિસ્તારમાં અનેક ફરવા લાયક અને જોવા લાયક આકર્ષણો ઉભા કરવામાં આવ્યાં છે. આ જગ્યા આખી ફરવા માટે તમારે ઓછામાં ઓછા બે દિવસ જોઈશે. બીજી બધી જગ્યાઓના પ્રમાણમાં ટિકિટ ખર્ચની દ્રષ્ટિએ અહીં તમને થોડું મોંઘું પડશે, પણ અન્ય રાજ્યોના પ્રવાસન સ્થળોની સરખામણીમાં ઘણું સસ્તું જ છે.