Photos : લોકો રસ્તા પર ન નીકળે, તેથી પોતે રસ્તા પર બેસીને જમે છે ગુજરાતના જવાનો, ખાખીને સલામ....

Fri, 10 Apr 2020-12:59 pm,

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (corona virus) ની મહામારી ચાલી રહી છે અને આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉનનો આજે 17મો દિવસ છે. લોકડાઉનનું યોગ્ય પાલન થાય અને લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા 24 કલાક સતત ખડેપગે રહી ફરજ બજાવવામાં આવી રહી છે.

શહેર ઉપરાંત હાઇવે ઉપર પણ સતત 24 કલાક પોલીસ ફરજ બજાવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટથી 30 કિલોમીટર દૂર બામણબોર ચેકપોસ્ટ ખાતે જોવા મળેલા આ દ્રશ્યો છે. ફરજ પર પોલીસ સતત 24 કલાક જોવા મળે છે. સાથે જ બપોરના જમવા સમયે પોલીસ કર્મચારીઓ પોતાના ઘરે નથી જઇ શકતા અને એ માટે પોલીસ ચેક પોસ્ટ ખાતે જ જમવાનું જાતે બનાવી જમતા હોય છે.

ચેકપોસ્ટ પર પોલીસ 24 કલાક 2 શિફ્ટમાં કામ કરે છે, જેમાં એક PSI સહિત SRP, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિત 25 લોકો ફરજ બજાવે છે, જે તમામ જાતે જમવાનું બનાવી જાતે જ જમે છે. સલામ છે ગુજરાતની આ ખાખીને... પોલીસ પોતે ફરજ પર રહી રાષ્ટ્ર સેવા તો કરી રહી છે, પરંતુ સાથે પોલીસ લોકોને માત્ર ઘરે રહી લોકડાઉનના નિયમનું પાલન કરવા અપીલ કરી હતી. 

લોકો રસ્તા પર ન નીકળે, તેથી પોતે રસ્તા પર બેસીને જમવા, રસ્તા પર સૂવા મજબૂર બન્યા છે. આજે તેમની આ કામગીરીનો સતત 17નો દિવસ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link