ગુજરાત પર પુરનો પ્રકોપ! આગામી 5 દિવસ જોખમી, અતિભારે વરસાદની આગાહીથી આ જિલ્લાઓ પર આફત

Wed, 03 Jul 2024-8:57 am,

Gujarat Rain Alert: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પુરનો પ્રકોપ. આગામી પાંચ દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું...નહીં તો ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી. 

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ તો કેટલાંક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયા. આજે અમદાવાદ-ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી...આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છેકે, ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદી સંકટ લાવી શકે છે. એમાંય આગામી પાંચ દિવસ સાચવી લેવાના છે.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો. તો દક્ષિણ ગુજરાતમાં તો સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી. તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો.

ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પુરનો પ્રકોપ. હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. આ સંકટમાંથી ઉગારવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોચક.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો. તો દક્ષિણ ગુજરાતમાં તો સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી. તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો.

3 જુલાઈઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી પણ આજે ભારે વરસાદની આગાહી.

4 જુલાઈ: પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી.

5 જુલાઈ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.

6-7 જુલાઈ: સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link