જુનાગઢમાં ગાડીઓ ફૂટબોલની જેમ ફંગાળોઈ! આખું શહેર બેટમાં ફેરવાયું, રસ્તાઓ પર રમકડાની જેમ કારો તણાઈ

Sat, 22 Jul 2023-5:19 pm,

ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર પૂર આવ્યું છે.  

જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ગીરનાર પર્વત ઉપર  8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. જૂનાગઢના એસપીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. શહેરના અનેક માર્ગોમાં લોકો વાહનો સાથે ફસાયા છે. લોકો તળેટી તરફ ન જવા અપીલ કરી છે. ધોધમાર વરસાદ ખાબકતા તળેટી પાણી-પાણી થઈ છે. જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં  પાણી ઘુસી ગયા છે.

જુનાગઢમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જુનાગઢમાં ક્યારેય ન જોયો હોય એવો વરસાદ ખાબક્યો છે. જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે.

જુનાગઢ ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો છે. 2200 પગથિયા ઉપર માળી પરબ પાસે સીડી ઉપર વરસાદી પાણીની રમઝટ બોલી રહી છે. પગથીયા ઉપર વહી રહેલું પાણી જાણે સીડી ઉપર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી.

જૂનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી. 

જુનાગઢમાં ગાડીઓ ફૂટબોલની જેમ ફંગાળોઈ હતી. જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. હજુ પણ આગામી 24 કલાક ભારે રહેવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.   

જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જુનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link