ખાડીમાં સિસ્ટમનો ખળભળાટ! ફરી આવ્યું અંબાલાલની આગાહીનું વરસાદી તીર, હવે ગુજરાતના આ વિસ્તારોનો વારો

Mon, 23 Sep 2024-10:23 pm,

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ: બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી...હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્નેની આગાહી એક થઈ ગઈ છે. 

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, એક બે દિવસમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ. સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની સંભાવના.

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. કારણ કે, દક્ષિણ ગુજરાત ઉપર લોવર લેવલ ઉપર વિન્ડ કન્વર્ઝન થશે, જેને કારણે વરસાદની માત્રા વધુ પ્રમાણમાં રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હાલ વરસાદ છે. જો કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જો કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે. રાજ્યમાં વરસાદની વિદાય હજુ થઇ નથી. ત્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચોમાસું વિદાય લે તેવી શકયતાઓ છે.  

આગાહીકાર અંબાલાલ પણ અગાઉ કહી ચુક્યા છેકે, સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો સપ્તાહ ગુજરાતમાં ફરી ધળબળાટી બોલાવશે વરસાદ. ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે.  

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link