Gujarat Tourism: ભાગદોડ ભરી લાઈફથી આરામ મેળવવા ગીરના આ સ્થળોની લો મુલાકાત

Thu, 15 Apr 2021-11:53 am,

એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસસ્થાન એટલે સાસણ ગીર. કુદરતના ખોળે નિરાંતની પળો માણવા માટે સાસણ ગીર ઉત્તમ સ્થળ છે. અહીં જંગલ સફારીમાં તમને સિંહ સહિતના પ્રાણીઓ જોવા મળી જશે. સાથે અહીંનું રમણીય વાતાવરણ તમારો બધો થાક ઉતારી દેશે.

પૌરાણિક મહત્વ ધરાવતું ગીરનું સ્થળ એટલે તુલસીશ્યામ. પુરાણો પ્રમાણે અહીં ખુદ ભગવાન વિષ્ણુ આવ્યા હતા. અહીં ગરમ પાણીના ઝરા આવેલા છે. જેનું પાણી બારે માર ગરમ જ રહે છે. સાથે જ અહીં એક એવી પણ જગ્યા છે, જ્યાં દ્રષ્ટિભ્રમના કારણે વાહન ગુરૂત્વાકર્ષણની વિરુદ્ધ જતું હોય તેવું દેખાય છે.

 

ચારે તરફ હરિયાળી અને જંગલની વચ્ચે વસેલુ મનમોહક મંદિર એટલે બાણેજમાં આવેલું કનકાઈ માતાનું મંદિર. કનકાઈ માતા અનેક જ્ઞાતિઓના કુળદેવી છે. જેથી તેના દર્શને હજારો ભક્તો આવે છે. ઉના નજીક આવેલું આ સ્થળ પ્રકૃતિપ્રેમીઓનું પ્રિય છે.

ગીરમાં આવેલો છુપાયેલા હિરા સમાન ધોધ એટલે જમજીર ધોધ. જામવાળા પાસે આ રમણીય સ્થળ આવેલું છે. જેને નિહાળવા માટે દૂર દૂરથી પર્યટકો આવે છે. ધોધનું સૌંદર્ય જ એવું છે કે ત્યાં આવનાર ખુશ થઈ જાય.

હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના જ્યાં સ્થાનકો આવેલા છે તે ગરવો ગિરનાર ગીરની શાન છે. હવે તો અહીં રોપ-વેની સુવિધા થઈ ગઈ છે. જેથી અંબાજી સુધી જવું આસાન થઈ ગયું છે. જંગલમાંથી રોપ-વે કે પગથિયા ચડીને પસાર થવું આહ્લાદક અનુભવ છે.

જૂનાગઢના ચોરવાડમાં આવેલો આ બીચ ખૂબ જ શાંત અને રમણીય છે. અફાટ દરિયો અને ચારેબાજુ નીરવ શાંતિ આ બીચનું વિશેષતા છે. શિયાળા અને ઉનાળામાં આ બીચની મુલાકાત લઈ શકાય છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link