આ વખતે મામલો જરા ગંભીર છે, ગુજરાતનો માહોલ બદલાયો! ફરી એકવાર અંબાલાલ સાચા પડ્યા!
ગુજરાતમાં ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે વરસાદી સિસ્ટમ. બંગાળની ખાડીમાં શરૂ થઈ ગયો છે ખળભળાટ. ભારે વરસાદની સંભાવના ઉભી થઈ રહી છે. તંત્ર દ્વારા પણ અલગ અલગ અલર્ટ જાહેર કરીને જિલ્લાવાર આપી દેવામાં આવી છે ચેતવણીઓ. આગામી દિવસોમાં ગુજરાતમાં પવનની ગતિ અને પવનનું જોર વધી શકે છે. એ સમજવું જરૂરી બને છેકે, વધતી પવનની રફતારની સીધી અસર જનજીવન પર પડી શકે છે.
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે કરી દીધી છે મોટી આગાહી. ગુજરાતમાં ફરી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ. વરસાદના નવા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતની દશા બેસાડી શકે છે મેઘરાજા. મધ્ય ગુજરાતના વડોદરા બાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતના સુરત અને આસપાસના શહેરોનો વારો.
ગુજરાતમાં વધી શકે છે પવનનું જોર. ગુજરાતના વિવિધ શહેરોમાં 40 થી 45 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન. ભારે પવનની ગતિ જનજીવન પર પાડી શકે છે માઠી અસર. વરસાદની સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે પણ ફરી એકવાર ગુજરાતીઓને ચેતવી દીધાં છે. ખાસ કરીને ગુજરાતમાં દક્ષિણ ઝોનમાં વધી શકે છે ચિંતા. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી.
દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે હતી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે. સુરત, ડાંગ, નવસારી, તાપી, ગીર સોમનાથમાં પણ કરાઈ છે ભારે વરસાદની આગાહી.
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પડશે વરસાદ... નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદનું યલો અલર્ટ અને નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની તીવ્રતાના અનુમાન મુજબ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી,નવસારી, ડાંગમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે.
બંગાળની ખાડીમાં ઉભુ થયેલુ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા જ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. આ કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે. આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવો રહેશે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં, તે હજુ કરી શકાય તેમ નથી.
આવતીકાલે 25 સપ્ટેમ્બરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ છે. નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માટે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોન સરક્યુલેશન જવાબદાર છે. જેના કારણે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.