ગુજરાતના આ જિલ્લાઓમાં અંધારપટ છવાયો, ભરશિયાળે કાળાડિબાંગ વાદળો આવતા ખેડૂતોને ટેન્શન ચઢ્યું

Sun, 22 Dec 2024-10:31 am,

હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો ઘટ્યો છે. ઠંડો પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું. તો બીજી તરફ આકાશમાં કાળા ડિબાગ વાદળો બંધાતા ખેડૂતોના જીવ અધ્ધર થયા છે. આ જિલ્લાના રાયડો, ઇસબગુલ, જીરુ, બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં છે. મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.   

આણંદ જિલ્લામાં પણ વાદળોની સાથે ગાઢ ધુમ્મસ છવાયું છે. સવારે 9:30 વાગ્યા સુધી ગાઢ ધુમમ્સ છવાયેલું જોવા મળ્યું. ગાઢ ધુમ્મસને લઈને વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને ગાડી ચલાવવાની ફરજ પડી છે. વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી. બીજી તરફ, વાદળો ચઢી આવતાં માવઠાની ભીતિ સેવાઈ રહી છે. ગાઢ ધુમ્મસને લઈ માર્ગો પર વાહન વ્યવહાર ધીમો થયો.  

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરી છે. રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ આવશે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. તો  દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ હવે ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં પવનનું જોર રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો થશે. ૨૭-૨૮ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. જેને કારણે દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ આવશે, તો કેટલાક ભાગોમાં કરા પડી શકે છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ૧૦ એમએમ જેટલો વરસાદ થવાની શક્યતા છે. જોકે, 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 15 થી 16 ડિગ્રી થઈ શકે છે. કચ્છમાં ઠંડી ઘટી 18 ડિગ્રી થઈ શકે છે. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતા છે, જેની અસરથી વરસાદ પડવાની શક્યતા છે. તેમાં પણ ડિસેમ્બરનું છેલ્લે સેશન ચાલુ રહ્યું છે. આજે 21 ડિસમ્બરથી સેશન છે. 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે, તેમાં રાજ્યના અનેક વિસ્તારોના હવામાનમાં પલટો આવશે, અને અનેક જગ્યાઓએ વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને 25 થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા વધારે છે. તેમણે આગળ કહ્યું કે, આ પલટાનું મુખ્ય કારણ હાલ ઉત્તર ભારત તરફથી ઉદભવેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ ભારત પર હાલ ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ ઉપરાંત એક મજબૂત વરસાદી સિસ્ટમ ઉદભવી છે. આ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના વરસાદની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છાવાનું ચાલુ થઈ જશે. વાદળોથી ગુજરાત ઘેરાઈ જશે. ધીરે ધીરે વાદળો ઘેરાતા જશે એટલે તેના કારણે 25, 26 અને 27 ડિસેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link