ફરી આવે છે વાવઝોડું! ગુજરાતીઓના હાડ થીજવવા ઠંડી પણ છે તૈયાર, આ વખતે આવી બન્યું...
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલમાં તો ડબલ ઋતુ જોવા મળી રહી છે. સવારે અને રાતે ગુલાબી ઠંડી અને આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નવેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો પરંતુ હજુ પણ ક્યાંક માવઠા તો ક્યારેક ગરમી લોકોને અકળાવી રહી છે.લોકો કાગડોળે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલની જે લેટેસ્ટ આગાહી છે તે ખુબ જ ચોંકાવનારી છે. અંબાલાલની ડરામણી આગાહી, ચક્રવાત, માવઠા અને હાડ થીજવી નાખતી ઠંડી...ગુજરાતીઓ તૈયાર રહેજો ભોગવવા માટે...
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગર માં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે. અરબ સાગર માં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી પણ આ વખતે સામાન્ય નથી રહેવાની. ઠંડી પણ આ વખતે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડવાની તૈયારીઓમાં છે. હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી ની લહેર આવશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે ચક્રવાતની આગાહી પણ કરી છે.
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ખુબ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાત ના ભાગોમાં હવે ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલા માં ગરમી ના કારણે ઉત્પાદન ઘટે.
ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસ માં ગરમી પડી છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે છે. છેલ્લા 30 વર્ષની ઠંડી ના રેકોર્ડ તુટશે. માર્ચ માસ સુધી હવામાનમાં પલ્ટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે.