નરેશ કનોડિયાનો હમશકલ! વાત અને ડાન્સ કરવાની સ્ટાઈલથી તો તમે ઓળખી જ નહિ શકો

Fri, 30 Aug 2024-1:39 pm,

આજે ભલે નરેશ કનોડિયા આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમના ડુપ્લીકેટ લલિત મંડાલની જોઈને એવું લાગે કે તેઓ આજે પણ જીવંત છે. લોકો તેને જુનિયર નરેશ કનોડિયા તરીકે ઓળખે છે. લલિત મંડાલીના વીડિયો લોકોમાં બહુ જ ફેમસ છે. તે એકદમ નરેશ કનોડિયાની જેમ સ્ટાઈલ કરે છે. ફેસબુક પર તેના 63K ફોલોઅર્સ છે. તો યુટ્યુબ પર 29.8K સબ્સક્રાઈબર્સ છે. લોકો તેને એકદમ કોપી ટુ કોપી નરેશ કનોડિયા કહે છે.   

જુનિયર નરેશ કનોડિયા લલિત મંડલી મૂળ સુરેન્દ્રનગરના લખતર પાસેના સદાદ ગામના રહેવાસી છે. ધોરણ -10 સુધી અભ્યાસ કર્યા બાદ લલિતે આર્થિક રીતે પગભર થવા કપડા ડિઝાઈનમાં કામ કરવાનું શરૂ કર્યું. હાલ તે અભિનયની સાથે ગારમેન્ટના કામમાં પણ સંકળાયેલા છે. આજે ગામેગામે લલિત મંડલીના સ્ટેજ શો થાય છે. તેઓ નરેશ કનોડિયાના ગેટઅપમાં પહોંચે છે.   

અભિનયની શરૂઆત કંઈક એ રીતે થાય છે કે સૌ માટે ભયંકર એવો કોરોના કાળ ચાલતો હતો એ વખતનો એ સમય હતો. કોરોનામાં બધાની સાથે લલિત મંડલીનું પણ ગારમેન્ટનું કામ બંધ હતું. તો મોટા ભાગનો સમય ઘરમાં જ રહેવાનું થતું અને કંઈક પ્રવૃતિ કરતા રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. એ સમયે ટિકટોક ખુબ ટ્રેન્ડમાં હતું. એટલે લલિત ભાઈ પણ વીડિયો જોતા. પરંતુ ક્યારેય વીડિયો બનાવવાનું વિચાર્યું નહોતું. એવામાં નાના ભાઈએ સલાહ આપી કે લલિત તું પણ સરસ કરી શકે છે કે તો એકાદ વીડિયો બનાવ અને ભાઈની સલાહ માની લલિતે વીડિયો બનાવ્યો.  

લલિત મંડાલીએ નરેશ કનોડિયાના ગેટઅપ, અને સ્ટાઈલમાં વીડિયો બનાવવાની શરૂઆત કરી, પછી તો તેઓ એવા ફેમસ થઈ ગયા કે લોકો તેમને જુનિયર નરેશ કનોડિયા કહેવા લાગ્યા. આ બાદ તેમને કામ મળવાનું પણ શરૂ થયુ. 

લલિત મંડાલીએ નરેશ કનોડિયાની સ્ટાઈલ સ્વીકારી છે. તેઓ એકદમ નરેશ કનોડિયાની જેમ અભિયન અને ડાન્સ કર છે, જેથી તેઓ લોકોમાં જલ્દીથી પોપ્યુલર બની ગયા. આખા ગુજરાતમાં લલિત મંડલી સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છે. સાથે જ અત્યાર સુધી 8 ગુજરાતી ગીતો પણ કર્યાં છે. 

લલિત મંડાલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારી માસીના દીકરીના લગ્નમાં 7 વર્ષ પહેલા મેં ‘જાગ રે માલણ જાગ..’ ગત પર પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારે મારા હાથ રીતસરના ધ્રુજતા હતા. ત્યાર બાદ સંબંધીઓના પ્રસંગમાં મારા ડાન્સની ડિમાન્ડ વધવા લાગી. તેના બાદ મારા વીડિયો વાયરલ થવા લાગ્યા. આ બાદ મને કામ મળવાની શરૂઆત થઈ. લોકો મને સ્ટેજ શો માટે બોલાવવા લાગ્યા.   

લલિત મંડાલી કહે છે કે મહેશ-નરેશના સંગીતનો જાદુ જ એવો છે કે મને નાચવાનું મન થઈ જાય. હું ક્યારેય અભિનય ક્લાસમાં નથી ગયો કે કોઈ પ્રકારનું રિહર્સ્લ પણ નથી કરતો. બસ ગીત વાગે એટલે મારે નાચવું જ પડે.  

લલિત જણાવે છે કે મને જુનિયર નરેશ કનોડિયા તરીકે લોકો ઓળખતા થયા ત્યારથી જ જીવનમાં નવી રોનક આવી ગઈ છે. એક વર્ષથી સ્ટેજ પોગ્રામ પણ જોરદાર મળી રહ્યા છે. નરેશ કનોડિયા માટે તેમણે એક ગીત પણ લખ્યું . લલિત વાત કરે છે કે નરેશ કનોડિયા મારા માટે ભગવાન અને ગુરુ છે. આજે મને મેગા સ્ટાર અને જુનિયર નરેશ કનોડિયા તરીકે લોકો બોલાવે તો મારું હૈયુ હરખાય છે અને છાતી ગજગજ ફુલે છે. આજે જે પણ કંઈ ઓળખાણ છે એમના લીધે છે અને એમના જેવા દેખાવના કારણે છે. મારી અદા અને અદાકારી નરેશ સર સાથે મેચ થાય એ મારા માટે સૌથી સૌભાગ્યની વાત છે.

થોડા સમય પહેલા નરેશ કનોડિયાના નિધનના સમાચાર આવ્યા હતા. લલિત કહે છે કે, આ જાણતા જ મને આઘાત લાગ્યો હતો. પહેલાં સમાચાર મળ્યા ત્યારે હું માનવા પણ તૈયાર નહોતો. ઘણા ડાયરેક્ટરને કોલ કરીને પૂછ્યું. જ્યારે બધાએ હા પાડી તો હું કોલ પર જ રડી પડ્યો. હું ધ્રુજવા લાગ્યો કે આ શું થઈ ગયું. પરંતુ ધીરે ધીરે એ વાતને સ્વીકારી લીધી કે હવે નરેશ કનોડિયા નથી રહ્યા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link