ગુજરાતી ફિલ્મોનો એક દાયકો ગજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

Thu, 21 Oct 2021-8:15 am,

અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું મુંબઈ ખાતે ટૂંકી બીમારી બાદ નિધન થતા જ ગુજરાતી ફિલ્મ જગતમાં સોપો પડી ગયો છે. તેમને રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ સીરિયલમાં નિષદરાજના રોલથી પોપ્યુલારિટી મળી હતી. ફિલ્મ ‘માનવીની ભવાઇ’ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તો ‘મહીયરની ચુંદડી’ ફિલ્મથી તેઓ ગુજરાતના ઘરે ઘરે પોપ્યુલર બન્યા હતા.   

તેમના કરિયરની શરૂઆત ગુજરાતી રંગમંચથી થઈ હતી. ઉપેન્દ ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, કિરણ કુમાર જેવા દિગ્ગજો સાથે તેઓ અનેક સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા છે. 111 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ જગતમાંત તેઓ બાબલાભાઈના હુલામણા નામથી પ્રખ્યાત હતા. 

તેમનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ગામ હતું. પરંતુ અંદાજે 50 વર્ષથી પોતાના કુટુંબ સાથે મુંબઇ ખાતે રહેતા હતા. આવતીકાલે મુંબઈ ખાતે ચંદનવાડી મરીન લાઈન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

પોતાના મિત્ર અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’ ના અવસાનથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા. બંનેએ ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link