ધનતેરસ પર ગુજરાતીઓએ મુહૂર્ત સાચવ્યું, સોના-ચાંદીનો ભાવ ઘટતા દાગીના ખરીદવા પહોંચ્યા

Fri, 13 Nov 2020-2:32 pm,

ધનતેરસના તહેવારના દિવસે મુહૂર્ત સાચવવા માટે સોના-ચાંદીની સાથે સાથે વાસણની ખરીદી પણ કરાતી હોય છે. આજના દિવસે ધાતુની ખરીદીને શુભ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષ અમદાવાદનું માણેકચોક બજાર સાવ ખાલી છે. વાસણની ખરીદી માટે કોઈ ગ્રાહક આવી નથી રહ્યા. વેપારીઓનું કહેવું છે કે, દર વર્ષે વાત કરવાનો સમય નથી હોતો. પરંતુ કોરોનાના કારણે સાવ મંદી છે. વાસણ ખરીદવા કોઈ આવી નથી રહ્યું. સાથે જ લોકો હવે સ્ટીલના વાસણની જગ્યાએ મેલેમાઈન વાપરે છે. માટે ટ્રેન્ડ બદલાયો છે, તેની પણ અસર છે.

આજે અમદાવાદની મેઘાણીનગરના આશિષનગર સોસાયટીમાં ધનતેરસ પર વિશેષ આયોજન કરાયું હતું. ધર્માત્મા કુટિરમાં વિશેષ યજ્ઞ અને આહુતિનું આયોજન કરાયું હતું. જેમાં 500 શ્રી યંત્રની પૂજા અર્ચના કરાઈ હતી. સાથે જ ભક્તોને શ્રીયંત્ર પ્રસાદ સ્વરૂપમાં આપવામાં આવે છે. કોરોનાથી વિશ્વ મુક્ત થાય તેના માટે 11 લાખ આહુતિ આપવામાં આવી. 

ધનતેરસનો દિવસ એટલે લક્ષ્મીજીને રીઝવવાનો શુભ દિવસ. આ દિવસે ધન, ધન્ય અને સમૃદ્ધિના દેવ કુબેરની પૂજા કરવાનું અનેરું મહત્વ હોય છે. આજના દિવસે બે તિથિ સાથે હોવાથી સાંજે 6 વાગ્યા સુધી લક્ષ્મી પૂજા કરી શકાશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિરોમાં ગાઈડલાઈનનુ પાલન કરીને પૂજા કરવામાં આવી રહ્યું છે. આજના દિવસે લક્ષ્મીજીને અનેરો શણગાર કરવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link