2025માં ગુરૂ-મંગળની વક્રી ચાલ, આ જાતકોની વધશે મુશ્કેલી, ધન-સંપત્તિ અને સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર!
નવા વર્ષ 2025 શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના આરંભમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ખુબ હલચલ જોવા મળી શકે છે. તેવામાં 12 રાશિઓની સાથે-સાથે દેશ-દુનિયા પર તેની ખુબ અસર જોવા મળી શકે છે. સૌથી પહેલા દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની વાત કરીએ તો તે વક્રી અવસ્થામાં વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે. તેવામાં કેટલાક જાતકોના જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તો ગ્રહોના સેનાપતિ મંગળ પણ વક્રી અવસ્થામાં રહેશે. આ સાથે તે પોતાની નીચ રાશિ કર્કમાં બિરાજમાન છે. તેવામાં કેટલાક જાતકોના જીવનમાં મુશ્કેલી આવી શકે છે. આવો જાણીએ ગુરૂ અને મંગળની વક્રી ચાલથી નવા વર્ષમાં કયા જાતકોને મુશ્કેલી પડી શકે છે.
પંચાગ અનુસાર દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ 9 ઓક્ટોબર 2024ના બપોરે 12 કલાક 33 મિનિટ પર વૃષભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે, જે 4 ફેબ્રુઆરી 2025 સુધી આ અવસ્થામાં રહેશે. આ સાથે મંગળની વાત કરીએ તો 7 ડિસેમ્બરે કર્ક રાશિમાં વક્રી થઈ જશે અને 25 ફેબ્રુઆરી 2025થી સીધી ચાલમાં ચાલવા લાગશે. તેવામાં ગુરૂ અને મંગળ જેવા શક્તિશાળી ગ્રહોની ઉલ્ટી ચાલ કેટલાક જાતકો પર નકારાત્મક અસર કરી શકે છે.
આ રાશિમાં ગુરૂ બીજા અને મંગળ ચોથા ભાવમાં વક્રી રહેશે. તેવામાં આ જાતકોની સુખ-સુવિધામાં ઘટાડો થઈ શકે છે. ઘર-પરિવાર સંબંધી ઘણી સમસ્યાઓ સામે આવી શકે છે. કરિયરની વાત કરીએ તો નોકરીને લઈને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેવામાં તમે માનસિક તણાવમાં રહી શકો છો. વેપારમાં પણ રણનીતિ બનાવવામાં મુશ્કેલીના સામના સાથે નુકસાન ઉઠાવવું પડી શકે છે. આ સાથે તમારા વિરોધીઓ તમને ટક્કર આપી શકે છે. ખોટા ખર્ચથી પરેશાન રહી શકો છો. પાર્ટનર સાથે ઓછી વાતચીત થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
આ રાશિના લગ્ન ભાવમાં ગુરૂ અને ત્રીજા ભાવમાં મંગળ વક્રી થશે. તેવામાં આ રાશિના જાતકોએ પણ 2025માં સાવચેતી રાખવાની જરૂર છે. નોકરીમાં બદલી થઈ શકે છે. તમારી ઈચ્છા અનુસાર ન મળતા તમે પરેશાન થઈ શકો છો. આ સાથે બિઝનેસમાં થોડી રણનીતિ સાથે આગળ વધઓ, બાકી નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમારા દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે.
આ રાશિમાં ગુરૂ દશમ અને મંગળ બારમાં ભાવમાં વક્રી ચાલ ચાલશે. તેવામાં આ રાશિના જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જીવનમાં ઘણી મુશ્કેલી આવી શકે છે. તમારા કામની ગુણવત્તા પર અસર પડી શકે છે. તેવામાં નોકરીમાં વધુ ભાર રહી શકે છે. તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. બિઝનેસમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ભાગ્યનો સાથ ન મળતા ખોટા ખર્ચથી પરેશાન રહેશો અને બચત પણ કરી શકશો નહીં. લવ લાઇફમાં તણાવ આવી શકે છે, સાથે સંબંધ તૂટવા સુધી વાત પહોંચી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.