Gyanvapi controversy: જ્ઞાનવાપી વિવાદ વચ્ચે આ Photos સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ શું છે આ તસવીરોમાં

Fri, 20 May 2022-12:45 pm,

જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ બધા વચ્ચે એવા પણ સમાચાર છે કે હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. જેમાં કહ્યું છે કે ઔરંગઝેબ આદિ વિશ્વેશ્વરના મંદિરનું ધાર્મિક સ્વરૂપ બદલી શક્યો નહીં. ગઈ કાલે આ મામલે વારાણસી કોર્ટમાં સરવે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો. પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટના આદેશ પર 6 અને 7મે ના રોજ કરેલા સરવેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જ્યારે કોર્ટ કમિશનર વિશાલ સિંહે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં 3 દિવસના સરવેના લેખા-જોખા છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. આ રિપોર્ટ 14થી 16 મે વચ્ચે થયેલા સરવે અંગે છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ જમા કરાવ્યા બાદ સ્પેશિયલ કોર્ટ કમિશનર એડવોકેટ વિશાલ સિંહે કહ્યું કે અમે સીલબંધ કવરમાં વીડિયો ચિપ પણ દાખલ કરી છે. કોર્ટ સમક્ષ તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. આ બધા વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં જ્ઞાનવાપીના કેટલાક જૂના ફોટા વાયરલ થયા છે. 

અહીં જે તસવીરો તમે જોઈ રહ્યા છો તે જૂની તસવીરો વિદેશી ફોટોગ્રાફર્સ Samuel Burne, William Jackson દ્વારા પાડવામાં આવેલી હોવાનું કહેવાય છે. આ તસવીરો 1859થી 1910ના સમયગાળાની હોવાનું માનવું છે. 

આ મામલે હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરી દીધો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદ નથી પરંતુ અસલમાં મંદિર છે. આ સંપત્તિ હંમેશાથી આદિ વિશ્વેશ્વરની રહી છે. તેઓ જ અસલ માલિક છે. હિન્દુઓ સદીઓથી અહીં પોતાની ધાર્મિક પરંપરાઓ નિભાવતા આવ્યા છે. હિન્દુ પક્ષના જણાવ્યાં મુજબ ઔરંગઝેબે આદિ વિશ્વેશ્વરના મંદિરના હિસ્સાને તોડીને તેની જ્ગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ નામની ઈમારત જરૂર બનાવી પરંતુ તે આ જગ્યાનું ધાર્મિક સ્વરૂપ બદલી શક્યો નહીં કારણ કે શ્રૃંગાર ગૌરી, ભગવાન ગણેશ અને અન્ય દેવી દેવાઓની મૂર્તિઓ ત્યાં હંમેશાથી રહી. 

ભારતમાં ઈસ્લામિક શાસન હજારો વર્ષ પહેલાથી છે. આદિ વિશ્વેશ્વરની સંપત્તિ કોઈને આપી શકાય નહીં. ઔરંગઝેબે શાસક હોવાના કારણે કબજો જમાવ્યો. તેનાથી મુસલમાનોને સંપત્તિ પર હક મળતો નથી. હિન્દુઓ સદીઓથી તે સ્થળ પર હિન્દુ રિતી રિવાજોનું પાલન અને પરિક્રમા કરતા આવ્યા છે. ઔરંગઝેબે કોઈ વક્ફ સ્થાપ્યું નથી. વિવાદિત જગ્યા મસ્જિદ નથી. 

આ બધા વચ્ચે અંજુમન ઈંતઝામિયા મસ્જિદ કમિટીએ લોકોને ભારે સંખ્યામાં મસ્જિદ ન પહોંચવાની અપીલ કરી છે. એમ પણ કહેવાયું છે કે નમાઝ માટે વુઝુ ઘરેથી કરીને મસ્જિદમાં આવો. કમિટી તરફથી જુમ્માની નમાઝ પહેલા એક પત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં લખ્યું છે કે વુઝુખાના અને શૌચાલય સીલ હોવાના કારણે વુઝુ અને શૌચાલયની મુશ્કેલી પડે છે. લોકો ભારે સંખ્યામાં નમાઝ માટે ન પહોંચે. આ વખતે પણ નમાઝ પોત પોતાના મહોલ્લામાં જ અદા કરે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link