Hair Care Tips: આ સરળ ઉપાય અપનાવો, સફેદ વાળ થઈ જશે કાળા

Fri, 16 Feb 2024-2:03 pm,

સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર ડુંગળી સફેદ વાળને કાળા કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તે માટે ડુંગળીનો રસ લો. ત્યારબાદ વાળની મસાજ કરો. જ્યારે વાળ સૂકાય જાય તો સામાન્ય પાણીથી દોઈ લો. આ ઉપાયને સપ્તાહમાં બે વખત કરો.

 

ડુંગળીનો રસ એન્ટીઓક્સીડેન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તેવામાં વાળ પર ડુંગળી લગાવવાથી તમે ખરતા વાળ અને સ્કેલ્પ ડેન્ડ્રફથી છૂટકારો મેળવી શકો છો. આ સિવાય ડુંગળીના રસમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ તત્વ પણ હોય છે.

 

તમે વાળમાં ડુંગળીનો રસ લગાવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. તે માટે નાળિયેર તેલ અને ડુંગળીના રસને બરાબર માત્રામાં મિક્સ કરો. ત્યારબાદ તમારા વાળમાં લગાવો. સપ્તાહમાં બે વખત આમ કરવાથી વાળ કાળા અને મજબૂત થઈ શકે છે. 

 

નાળિયેરના તેલ સિવાય વાળમાં મહેંદીની સાથે ડુંગળીનો રસ લગાવવાથી ફાયદો થઈ શકે છે. સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે મહેંદીમાં ડુંગળીનો રસ મિક્સ કરી લગાવી શકો છો. તે માટે ચાનું પાણી અને ડુંગળીનો રસ લો અને મહેંદીમાં મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટને વાળમાં લગાવો.  

આંબળાને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આંબળાના વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવનથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી વાળની સમસ્યામાં રાહત મળી શકે છે. આંબળાને પીસીને વાળ પર લગાવવાથી સફેદ વાળ કાળા થઈ શકે છે.

 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો પ્રમાણે નાળિયેર તેલ વાળ માટે ફાયદાકારક છે. રિસર્ચ પ્રમાણે નાળિયેર તેલ લગાવવાથી વાળ કાળા, જાડા અને લાંબા થાય છે. તેનાથી સફેદ વાળની સમસ્યાથી રાહત મળે છે. આ સિવાય તમે સપ્તાહમાં બે વખત નાળિયેરના તેલથી મસાજ કરો.  

તમે ઘરમાં સરળતાથી ડુંગળીનો રસ બનાવી શકો છો. તે માટે ડુંગળીના ટુકડા કરી પીસી લો. ત્યારબાદ કપડામાં પેસ્ટ નાખી તેનો રસ નીચવી લો. આ રીતે ડુંગળીનો રસ સરળતાથી નિકળી જશે. 

(डिस्क्लेमर- यहां हम आपको सामान्य जानकारी बता रहे हैं. हम इस संबंध में कोई दावा नहीं कर रहे हैं. अगर आपको किसी भी तरह की परेशानी हो तो डॉक्टर या डाइटीशियन से जरूर सलाह लें.)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link