રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે સંકટમોચક બની શકે છે આ `હનુમાન`

Mon, 03 Dec 2018-1:14 pm,

રાજસ્થાનમાં વિધાનસભાની 200 જેટલી બેઠકો છે. જેમાંથી 55 બેઠકો પર જાટ પ્રજાનો પ્રભાવ ગણાય છે. આ વખતે ચૂંટણીમાં પહેલા એવું લાગતું હતું કે જાટ મતદારો કોંગ્રેસ સાથે છે. પરંતુ આ દરમિયાન હનુમાન બેનીવાલ પોતાની પાર્ટી સાથે મેદાનમાં આવી ગયાં અને આખુ સમીકરણ બદલાઈ ગયું. જો કે એવો આરોપ લાગી રહ્યો છે કે તેઓ ભાજપના મોહરા તરીકે લડી રહ્યાં છે. આમ છતાં તેમને કેટલો પ્રભાવ પડશે તે તો 7 ડિસેમ્બરના મતદાન અને 11 ડિસેમ્બરે પરિણામમાં જ જોવા મળશે. 

જોધપુર સંસદીય બેઠકની વાત કરીએ તો વર્ષ 2013ની ચૂંટણીમાં અહીંની 8 વિધાનસભા બેઠકમાંથી 7 ભાજપે જીતી હતી. તેમાં ફક્ત અશોક ગહલોત જ એક એવા હતાં જેઓ પોતાની બેઠક જીતવામાં સફળ થયા હતાં. અહીં જાટ મતોની સંખ્યા વધુ છે અને બેનીવાલ પોતાની જાહેર સભામાં સતત નિરાશ અને બેરોજગાર યુવકોની વાત કરે છે.   

બેનીવાલના હેલિકોપ્ટર ઉપર પણ ઉઠ્યા સવાલ: ભાજપથી અલગ થઈને ચૂંટણી લડતા બેનીવાલની સભાઓમાં ભીડ ઉમટે છે. જાટ યુવાઓની સંખ્યા ખુબ વધુ રહી છે. તેનાથી કોંગ્રેસની ચિંતા પણ વધતી જોવા મળી રહી છે. પરંતુ હવે તેઓ હેલિકોપ્ટરથી એક સ્થાનથી બીજા સ્થાને જાય છે. ત્યારે નવી ચર્ચા જોવા મળી રહી છે. એવો સવાલ ઉઠે છે કે એક ખેડૂત નેતા પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે કે તેઓ 3 લાખ રૂપિયા પ્રતિ કલાક ભાડુ ચૂકવીને હેલિકોપ્ટરમાં ફરી રહ્યાં છે. 

જો કે કોંગ્રેસનું કહેવું છે કે આવનારા કેટલાક દિવસોમાં જાટ મતો કોંગ્રેસ તરફથી પલટાઈ જશે. તેમનું કહેવું છે કે જાટ મૂળ ખેડૂત હોય છે. તેઓ ભાજપથી નારાજ છે. આવામાં તેમની જે સહાયતા કરશે તેમણે  તેમને જ મત આપવો જોઈએ. જાટ મહાસભાએ તો કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. 

હનુમાન બેનીવાલની વિશ્વસનીયતા ઉપર એટલા માટે પણ સવાલ ઉઠી રહ્યાં છે કારણ કે તેમની પાર્ટીએ ભાજપના મોટા નેતાઓ વિરુદ્ધ ઉમેદવારો ઉતાર્યા નથી. ઝાલારપાટનથી વસુંધરા રાજે હોય કે પછી ટોંકથી યુનુસ ખાન, ચુરુથી રાજેન્દ્ર રાઠોડ કે પછી લોહાવતથી ગજેન્દ્રસિંહ ખિમસર. આ તમામ બેઠકો પર હનુમાન બેનીવાલે ઉમેદવાર ઉતાર્યા નથી. લોકોનું કહેવું છે કે તેમની એવી કોશિશ છે કે તેઓ ભાજપને કોંગ્રેસથી જે નુકસાન થઈ રહ્યું છે તેને ઓછું કરી શકે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link