ગામ આખાએ મજાક ઉડાવી પણ ચિંત્રાંગદાને રણવીરના ઉઘાડા ફોટા જોઈને મજા આવી! બિંદાસ્ત છે આ હીરોઈન
ચિત્રાંગદા સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1976માં જોધપુરમાં થયો હતો. દિલ્લીમાં મોડલથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર ચિત્રાંગદાએ બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તેમણે એડવર્ટાઈઝમેન્ટ અને મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે
ફિલ્મોની સાથે ચિત્રાંગદાએ સ્લિમ ફીટ પર્સનાલિટીથી ચાહકોના દિલ જીત્યા છે. બોલીવુડની લઈ સાઉથ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર ચિત્રાંગદા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. ચિત્રાંગદા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
ચિત્રાંગદાએ બોલિવુડ કેરિયરની શરૂઆત અલ્તાફ રાજાના આલ્બમ તુમ તો ઠહરે પરદેસીથી કરી હતી. ત્યાર બાદ ચિત્રાંગદા 2003માં હજારો ખ્વાઈશો એસી જોવા મળી હતી.
ચિત્રાંગદા 2008માં ફિલ્મ સોરી ભાઈમાં જોવા મળી હતી. યે સાલી જિંદગી, દેશી બોયસ, આઈ મી ઓર મે, ઈન્કાર અને બોબ બિસ્વાસ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.
વર્ષ 2015માં અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેકના આઈટમ સોન્ગ આઓ રાજા કરીને ચિત્રાંગદા દર્શકોના દિલ પર છવાઈ હતી. આ ગીત ચિત્રાંગદાના કેરિયરનું સૌથી હિટ ગીત રહ્યું છે.
ચિત્રાંગદાએ લગ્ન બાદ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2001માં ચિત્રાંગદાએ ભારતના જાણીતા ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વર્ષ 2005થી 2007 સુધી ચિત્રાંગદા ફિલ્મોથી દૂર રહી હતી. વર્ષ 2014માં ચિત્રાંગદાએ પતિ સાથેથી છૂટાછેડા લીધા હતા.