Happy Children`s Day 2023: જુઓ કેવા દેખાશે તમારા મનપસંદ સ્ટારના બાળ સ્વરૂપ, AI બનાવી તસવીરો
ભારતમાં ફેન્સ શાહરૂખ ખાનને SRK તરીકે પણ બોલાવે છે. શાહરૂખ ખાનની ભારતમાં જ નહીં વિદેશમાં પણ ફેન ફોલોઈંગ છે. શાહરૂખનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ થયો હતો. શાહરૂખને બોલિવૂડના King Khan, Badshah of Bollywood તરીકે પણ ઓળખવામાં આવે છે.
બોલીવુડ અભિનેતા અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર હરિવંશ રાય બચ્ચનના પુત્ર અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ થયો હતો. અમિતાભ બચ્ચનને સદીના મેગાસ્ટાર એટલે કે લિજેન્ડ ઓફ એરા (Legend of Era) કહેવામાં આવે છે.
સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ ઈન્દોરમાં થયો હતો. સલમાન ખાનને બોલિવૂડમાં ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થઈ છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો. કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર 3માં કેટરિના કૈફ પણ છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.
પોતાના આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહેનાર રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ, 1985ના રોજ મુંબઈમાં થયો હતો. હાલમાં જ રણવીર સિંહ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યો હતો.
સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી, 1986ના રોજ થયો હતો. તેણે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા. ઈન્સ્ટાગ્રામ પર દીપિકાના 77 મિલિયન ફોલોઅર્સ છે.
આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે. આલિયાના ઈન્સ્ટાગ્રામ પર 81 મિલિયન ફોલોઅર્સ છે.
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂર અને નીતુ સિંહના પુત્ર રણવીર સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1982ના રોજ થયો હતો. AIની તસવીરો અહીં જુઓ.