નતાશા પહેલા આ અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે હાર્દિક પંડ્યા, એક હીરોઇન તો હવે છે રાજનેતાની પત્ની

Fri, 05 Jul 2024-5:47 pm,

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના અંગત જીવનમાં ભૂકંપ આવી ગયો છે. રેડિટની એક પોસ્ટ બાદ બંનેના છુટાછેડાના સમાચાર શરૂ થયા છે. ત્યારબાદ લોકોએ નોટિસ કર્યું કે બંને દૂર-દૂર જોવા મળી રહ્યાં છે. પરંતુ હજુ સુધી હાર્દિક અને નતાશાએ પોતાના લગ્ન જીવનને લઈને કોઈ માહિતી જાહેર કરી નથી. 

સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિકની મુલાકાત 2018માં થઈ હતી. પછી પંડ્યાએ જાન્યુઆરી 2020માં તેને પ્રપોઝ કર્યું અને સગાઈ કરી હતી. ત્યારબાદ જુલાઈ 2020માં બંનેએ લગ્ન કર્યાં હતા. બંનેએ એક પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. પરંતુ હવે બંનેના લગ્ન જીવનમાં વિવાદની ચર્ચા થઈ રહી છે.   

હાર્દિક પંડ્યાની પ્રથમ પબ્લિક રિલેશનશિપની વાત કરીએ તો તેનું નામ સૌથી પહેલા કોલક્તા બેસ્ડ મોડલ લીશા શર્મા સાથે જોડાયું હતું. બંનેના અફેરની ચર્ચાઓ ચાલી હતી, પરંતુ 2017માં બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા અને જણાવ્યું કે બંને પોતાના કરિયર પર ફોકસ કરવા ઈચ્છે છે.   

અલી આવરામ બિગ બોસમાં જોવા મળી હતી. હાર્દિક અને અલીના અફેરની ચર્ચાઓ ખુબ ચાલી હતી. એલીએ જ્યારે હાર્દિક પંડ્યાના ભાઈ ક્રુણાલના લગ્નમાં હાજરી આપી તો આ અફવાઓએ વધુ જોર પકડ્યું હતું, પરંતુ 2018માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. 

જન્નત અભિનેત્રી ઈશા ગુપ્તા પણ આ લિસ્ટમાં સામેલ છો. ગોસિપ્સનું માનીએ તો બંનેી રિલેશનશિપ રહી છે પરંતુ આ સંબંધ ઓફિશિયલ થાય તે પહેલા તૂટી ગયો હતો. પરંતુ ઈશા અને હાર્દિકે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

ઉર્વશી રૌતેલા અને રિષભ પંતની ચર્ચા તો ખુબ સાંભળી હશે પરંતુ એક સમય હતો જ્યારે બોલીવુડ અભિનેત્રીનું નામ હાર્દિક પંડ્યા સાથે પણ જોડાયું હતું. બંને આ દરમિયાન સાથે પણ જોવા મળ્યા હતા. પરંતુ તેમણે આ સંબંધને માત્ર મિત્રતા કહ્યું હતું.   

સપ્ટેમ્બર 2017 માં, પરિણીતી ચોપરા અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઈક એવું બન્યું કે તેમના અફેરની અફવાઓ શરૂ થઈ. વાસ્તવમાં પરિણીતી ચોપરાએ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેના કેપ્શનમાં તેણે પ્રેમનો સંકેત આપ્યો હતો. જ્યાં પંડ્યાએ પણ જવાબ આપ્યો હતો. પરંતુ બાદમાં પરિણીતી ચોપરાએ સ્પષ્ટતા કરી હતી કે ટ્વિટર પર તેમની વાતચીત માત્ર ફોનના પ્રમોશનને કારણે થઈ હતી. આજે તે રાજકારણી રાઘવ ચઢ્ઢાની પત્ની બની ગઈ છે.

શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર આજે પતિ-પત્ની છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે શિબાની અને પંડ્યા વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અફવાઓ ફેલાઈ હતી પરંતુ ક્રિકેટર અને અભિનેત્રીએ તેને અફવા ગણાવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link