Credit Card Rules: મિનિમમ પેમેન્ટને લઇને લાઉન્ઝ એક્સેસ સુધી, બદલાઇ ગયા HDFC-Axis-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો

Tue, 05 Mar 2024-9:15 am,

જો તમે ક્રેડિટ કાર્ડ વડે ચૂકવણી કરો છો તો તમારે પહેલાં મુકાબલે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા નિયમો અનુસાર દર વખતે ભાડાની ચૂકવણી પર 1% ચાર્જ ચૂકવવો પડશે. જોકે આ મેક્સિમમ 1500 રૂપિયા સુધી હશે. આ ઉપરાંત તમે વિદેશમાં ભારતીય કરન્સીનો ઉપયોગ કરીને કોઇપણ પ્રકારના ટ્રાંજેક્શન કરો છો અથવા કોઇ વિદેશમાં રજિસ્ટર્ડ ભારતીય દુકાનદર પેમેન્ટ કરો છો તો તમારે 1% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ આજથી એટલે કે 5 માર્ચ 2024 થી લાગૂ છે. 

SBI કાર્ડ પર ન્યૂનતમ ચુકવણી અંગેની ગણતરીની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. અત્યાર સુધી લઘુત્તમ ચુકવણીની ગણતરી કુલ GST, EMI રકમ, તમારા દ્વારા કરવામાં આવેલા તમામ શુલ્ક અને ખર્ચના 100% અને એડવાન્સના 5%ના સરવાળા તરીકે કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, જો તમારો GST રૂપિયા 100 છે, EMI રૂપિયા 500 છે, ડ્યૂટી રૂપિયા 200 છે, ખર્ચ રૂપિયા 1000 છે અને ફાઇનાન્સ ચાર્જ રૂપિયા 100 છે, તો ન્યૂનતમ ચુકવણીની રકમ રૂપિયા 950 હશે. પરંતુ તેના નિયમો 15 માર્ચથી બદલાવા જઈ રહ્યા છે.

ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ માટેના નિયમો બદલાઈ રહ્યા છે. નવો નિયમ 1 એપ્રિલ, 2024થી અમલમાં આવી રહ્યો છે. આ નિયમ મુજબ, જો તમે પાછલા ક્વાર્ટરમાં એટલે કે (જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ 2024)માં 35,000 રૂપિયા ખર્ચ્યા હોય, તો તમે આગલા ક્વાર્ટરમાં એટલે કે (એપ્રિલ-મે-જૂન 2024)માં એકવાર ફ્રી લાઉન્જનો ઉપયોગ કરી શકો છો. આનો સીધો અર્થ એ છે કે જો તમે એપ્રિલથી જૂન 2024 સુધી એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મેળવવા માંગતા હો, તો તમારે જાન્યુઆરીથી માર્ચ 2024 વચ્ચે કાર્ડ પર ઓછામાં ઓછા 35,000 રૂપિયા ખર્ચવા પડશે. આ નિયમ દર ત્રિમાસિક ધોરણે લાગુ થશે.

એચડીએફસી બેંકના ફેગલિયા અને મિલેનિયા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. રેગલિયા કાર્ડ માટે લાઉન્ઝ એક્સેસ રૂલ્સમાં પણ 1 ડિસેમ્બર 2023 થી ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર લાઉન્ઝ એક્સેસ પ્રોગ્રામ ક્રેડિટ કાર્ડના ખર્ચ પર બેસ્ડ હશે. એક કેલેન્ડર ત્રિમાસિકમાં એક લાખથી વધુ ખર્ચ કરવા પર તમારે બે લાઉન્ઝ એક્સેસ વાઉચર મળશે. આ પ્રકારે એચડીએફસી મિલેનિયા કાર્ડ પર દર ત્રિમાસિકમાં એક લાખના ખર્ચ પર તમને એક લાઉન્ઝ એક્સેસ મળશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link