જો તમને દૂધ ન ગમતું હોય તો આ 5 વસ્તુઓનું કરો સેવન, ઘરડા થશો તો પણ મજબૂત રહેશે હાડકાં
તલના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી ખનિજો છે. 100 ગ્રામ તલમાં લગભગ 800 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે, પરંતુ તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 250 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
બ્રોકલી એ કેલ્શિયમ, વિટામીન સી અને વિટામીન K થી ભરપૂર લીલું શાકભાજી છે. 1 કપ સમારેલી બ્રોકોલીમાં લગભગ 170 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
રાગી એ કેલ્શિયમ, આયર્ન અને ફાઈબરથી ભરપૂર અનાજ છે. 100 ગ્રામ રાગીમાં લગભગ 350 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
પાલક કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. 100 ગ્રામ પાલકમાં લગભગ 350 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. પાલકમાં વિટામિન K પણ ભરપૂર હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)