Vitamin-D નો ખજાનો છે આ છ સ્પેશિયલ ફૂડ! હેલ્ધી રહેવા નિયમિત કરો સેવન
આપણાં શરીરમાં અનેક પ્રકારના વિટામીનની જરૂર પડતી હોય છે. જેની ઉણપને કારણે શરીરમાં ઘણી ખામીઓ પણ થતી હોય છે. આવા જ એક વિટામીનની વાત અહીં કરવામાં આવી છે. જાણો વિગતવાર...
વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમારા આહારમાં દહીંનો સમાવેશ કરો. દહીંમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ છે.
નારંગીમાં વિટામિન ડીની સાથે વિટામિન સી પણ હોય છે. વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે તમે ઋતુ પ્રમાણે નારંગી ખાઈ શકો છો.
ઈંડામાં પ્રોટીન અને ઘણા વિટામિન હોય છે. ઈંડાના પીળા ભાગમાં વિટામિન ડી હોય છે.
મશરૂમમાં વિટામિન ડી પણ સારી માત્રામાં હોય છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આને પીવાથી તમને વિટામિન ડી સારી માત્રામાં મળશે. ગાયના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝીંક જેવા પોષક તત્વો પણ હોય છે.
માછલીમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. જો તમે માંસાહારી છો તો તમે તમારા આહારમાં માછલીનો સમાવેશ કરીને સ્વસ્થ રહી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)