બાળકો સાથે મહિલાએ શેર કરી અંતિમ તસવીર, 4 મિનિટ બાદ થયું પ્લેન ક્રેશ

Mon, 11 Jan 2021-11:33 am,

રતિહ વિન્ડનિયા શ્રીવિજયા હવાઈ યાત્રી વિમાન બોઈન્ગ 737-500માં બાળકો સાથે યાત્રા કરી રહી હતી અને ફ્લાઇટમાં બેસી ગયા બાદ ફોટો શેર કર્યો હતો.

ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર, રતિહ વિન્ડનિયા (Ratih Windania)એ ફ્લાઇટમાં બેસતા પહેલા દિલને ટચ કરતો મેસેજ શેર કર્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. તેણે લખ્યું હતું કે, બાય બાય ફેમેલી, અમે હમણાં માટે ઘરે જઈ રહ્યા છીએ.'

રતિહ વિન્ડનિયા (Ratih Windania)ના ભાઈ ઈરફાનિયાહ રિયાંટોએ ઇન્સ્ટાગ્રામ પર ફેમેલીનો ફોટો શેર કરી લોકોને પ્રાર્થના કરવા અપિલ કરી છે. તેમણે કહ્યું કે, તેમનો પરિવાર પહેલા અન્ય કોઈ ફ્લાઈટમાં જવાનો પ્લાન બનાવી રહ્યો હતો, પરંતુ છેલ્લા સમયે તેમણે તેમનો પ્લાન ચેન્જ કર્યો હતો.

દુર્ઘટનાના સમાચાર મળતા જ ઈરફાનિયાહ રિયાંટો શનિવાર મોડી સાંજે જકાર્તા એરપોર્ટ પહોંચ્યો અને તેમને હજુ પણ તેમની બહેન તેમજ પરિવારના અન્ય સભ્યોને લઇને સારા સમાચાર મળવાની આશા કરી રહ્યાં છે.

ઇરફાનિયાહ રિયાંટોએ જણાવ્યું કે, તેમની બહેન અને તેમના બે બાળકો 3 અઠવાડીયાની રજાઓ પર આવ્યા હતા અને 740 કિલોમીટર દૂર પશ્ચિમ કાલીમંતન દ્વીપ પર સ્થિત પોન્ટિયાનકમાં તેમના ઘરે જઈ રહ્યાં હતા.

ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા હવાઈ યાત્રી વિમાન શનિવારના સ્થાનિક સમય અનુસાર બપોર 2 વાગીને 36 મીનિટ પર જકાર્તા હવાઈ મથકથી ટેકઓફ થયું હતું અને 62 યાત્રીઓને લઈને જઈ રહ્યું હતું.

ટેક ઓફના 4 મિનિટ બાદ જ બોઈન્ગ 737-500 વિમાનથી સંપર્ક તૂટ્યો હતો અને તે રડારથી ગયાબ થઈ ગયું હતું. ત્યારબાદ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ જાવા સમુદ્રમાં 23 મીટર ઊંડાણમાં મળ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link