હજુ ખતરો ટળ્યો નથી, આગામી પાંચ દિવસ આ જિલ્લામાં એલર્ટ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. એટલે કે હજુ ગુજરાતના લોકોએ વરસાદનો સામનો કરવો પડશે. આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. જાણો આગામી પાંચ દિવસ કયાં-કયાં જિલ્લામાં વરસાદની આગાહી છે.
3 સપ્ટેમ્બરે હવામાન વિભાગે ભરૂચ અને સુતરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તો 4 સપ્ટેમ્બર કચ્છ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છ સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે. છ તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાત સપ્ટેમ્બરે નવસારી, દાદરા નગર હવેલી, વલસાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલની આગાહી પ્રમાણે ત્રીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી છે. સાથે જ ઓરેન્જ એલર્ટ છે. ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે.
4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ છે. પાછલા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 601 મિમિ કરતા 46 ટકા વધુ એટલે કે 880 મિમિ વરસાદ નોંધાયો. ગુજરાત રાજ્યમાં 780 મિમિ કાર્ટ 19 ટકા એટલે કે 947 મિમિ વરસાદ નોંધાયો. જયારે સૌરાષ્ટ્રમાં 452 મિમિ કરતા 86 ટકા વધુ એટલે કે 841 મિમિ વરસાદ થયો. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.