Photos : AMC ના શાસકો હજી પણ રવિવારની ઊંઘમાં, ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદની આવી હાલત થઈ ગઈ...

Sun, 14 Jun 2020-10:42 am,

માનવ મંદિર પાસેના રોડ પરના દ્રશ્યો...

નિકોલ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. નિકોલમાં ખોડિયાર માતા મંદિર પાસે પાણી ભરાયા છે. તો નિકોલના જીવનવાડી વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા છે.

જીવનવાડી વિસ્તારના તમામ માર્ગ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે. 

અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે 2 ઈંચ વરસાદ બાદ દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે. નરોડા હરિદર્શન ચોકડી ખાતે માર્ગો પર ઠેરઠેર ભૂવા પડ્યા છે. ઢગલાબંધ વાહનો આ ભૂવામાં ફસાયા છે.

ઇન્ટાસ ફાર્માની સ્ટાફ બસ, અમુલ દૂધની ટ્રક અને કન્ટેનર ટ્રક ભૂવામાં ફસાઈ ગયા છે. 

શેલ્બી હોસ્પિટલ સામેનો માર્ગ બેસી ગયો છે. શેલ્બી હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે હોસ્પિટલની બહાર જ પડેલો મોટો ભૂવો કોરોનાના દર્દીઓની હાલાકી વધારી શકે છે. 

મીઠાખળી અંડરપાસમાં ફરીથી દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link