ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયા

Thu, 20 Jun 2024-8:27 am,

વલસાડના ગોરવાળા ગામે ભારે પવન સાથે વરસાદ આવતા વીજ પોલ ધરાશાયી થયો છે. વીજ પોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો છે. વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ અવરજવર માટે બંધ કરાયો છે. વલસાડમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે આ ઘટના બની હતી. 

વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં એક કલાક માં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના એમ.જી.રોડ,ખત્રીવાડ,છીપવાડ, દાણાબજાર ,છીપવાડ અંદર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાય જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

રાત્રિ દરમિયાન એમ.જી.રોડ તથા ખત્રીવાડ જ્યાં આગળ મોટા પ્રમાણમાં કાપડની દુકાન આવેલી છે. ત્યાં આગળ પાણી ભરાતા વેપારીઓ દુકાનમાં મુકેલો સામાન બચાવવા પહોંચ્યા હતા. જો ચોમાસાની શરૂઆતમાં જ આ હાલત છે, તો બાકીની સીઝનમાં શુ થશે તેવો લોકોમાં ડર ભરાયો છે.

શહેરમાં મુખ્ય પાણી ભરાવવાનું કારણ નગર પાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલની ગટરો સાફ ન કરવામાં આવતા પાણી ભરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો સાથે કેટલી જગ્યાઓ પર ગટરો ઉપર બાંધકામ કર્યું હોવાના કારણે પાણી નિકાલ ન થવાના કારણે પાણી ભરાયાની સ્થિતિ બની છે. 

નગર પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતો હોવાના કારણે શહેરમાં પાણી ભરવાની સમયનો ભોગ જનતા બની રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link