ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ, તારીખ નોંધી લો
ભારત હવામાન વિભાગ (IMD) એ સમગ્ર દેશમાં હવામાનમાં ફેરફારની આગાહી કરતા 12 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે પશ્ચિમ હિમાલયમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ વરસાદ પડશે. બીજી તીવ્ર પશ્ચિમી વિક્ષેપ 26 ડિસેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે પશ્ચિમ હિમાલયમાં 26 થી 28 ડિસેમ્બરની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગો આ સમય દરમિયાન ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ માટે એલર્ટ પર છે.
તેમણે આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.
26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અમે નર્મદામાં વરસાદની શક્યતા છે. તો 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આગામી 26 થી 28 ડિસેમ્બરે વરસાદની આગાહી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થયો છે. અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ધુમ્મસમય વાતાવરણ છે. વહેલી સવારે ભેજ સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ આવશે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી છે.