અંબાલાલની આગાહી : નવરાત્રિના આ ત્રણ નોરતાઓએ વરસાદ ત્રાટકશે, આ જિલ્લાઓમાં આવશે તોફાની વરસાદ
શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે.
તો નવરાત્રિમાં વરસાદની આગાહી વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, 17 ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
ગુજરાતમાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 12 ઓક્ટોબરે આરબ સાગરમાં હાઇપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશો તરફથી આવતા ચક્રવાતના આવશેષ રૂપે બંગળાની ખાડીમાં હલચલ રહેશે. 16-24 નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
હવામાન વિભાગે જાહેરાત કરી કે, ચોમાસાની વિદાય સાથે આજે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હાલનો સમય ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી હવેના સમયે ઠંડી અને ગરમીનું વાતાવરણ રહેશે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત થઈ નથી. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. હાલ અમદાવાદમાં મિનિમમ 22 ડિગ્રી જ્યારે મેક્સિમમ 35 ડિગ્રી તાપમાન અનુભવાઈ રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં મિનિમમ 21 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અરબ સમુદ્રની સીમાથી ભેજવાળા ફુકાતા પવનને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. હાલ ગરમી અને ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે. હાલમાં ચાલી રહેલી ઋતુને પોસ્ટ મોન્સુન ટ્રાન્ઝિસ્ટ મહિનો કહેવાય છે.