પરત ફરી હીરોની Karizma ZMR, જાણો શું હશે ફીચર્સ અને કિંમત

Tue, 31 Jul 2018-4:59 pm,

હીરોએ ગુપચૂપ રીતે Karizma ZMR ને ભારતમાં રિલોંચ કરી દીધી છે. 2018 હીરો કરિઝ્મા ઝેડએમઆર બે વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. સ્ટાડર્ડ અને ડુઅલ ટોન. તેની કીંમત દિલ્હીમાં ક્રમશ: 1.08 લાખ રૂપિયા અને 1.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) છે. કંપનીની વેબસાઇટમાં તેની જાણકારી આપવમાં આવી છે. ડીલર્સે પણ 2018 કરિઝ્મા ઝેડએમઆરની બુકિંગ શરૂ કરી દીધી છે. જોકે, કરિઝ્માના નવું મોડલ હજુ સુધી કોઇ ડિલરના ત્યાં ડિસપ્લે માટે પહોંચ્યું નથી.

2003માં પોતાની લોંચિંગ બાદ આ બાઇક રાઇડર્સ વચ્ચે ખૂબ મશહૂર હતી. લાંબા સમય સુધી આ બાઇક પરફોર્મન્સ અને સેલ્સના મામલે બજાજ પલ્સર 220Fની પ્રતિદ્વંદી બની હતી. પરંતુ વધતી જતી પ્રતિસ્પર્ધા અને અપડેટ્સની ખોટ વચ્ચે બાઇક સેલ્સના મામલે નિષ્ફળ રહી.

2018 હીરો કરિઝ્મા ZMR માટે કંપનીએ કોઇ કોસ્મેટિક અપડેટ આપ્યું નથી. આ બાઇકમાં 223cc સિંગલ સિલિંડર, ફ્યૂલ ઇંજેક્શન સાથે ઓઇલ-કૂલ્ડ એંજીન આપવામાં આવ્યું છે. આ એંજીન 8000 rpm પર 20 bhpનો પાવર અને 6500 rpm પર 19.7 Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાંસમિશન માટે તેને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવી છે.  

હીરોના દાવા અનુસાર આ બાઇકની ટોપ સ્પીડ 129 kmph છે. આ બાઇકમાં ABS હજુ પણ ઓફર કરવામાં આવી નથી. આ કિંમતમાં બાઇકનો મુકાબલો બજારમાં બજાજ પલ્સર RS 200 અને સુઝુકી જિક્સર SF સાથે રહેશે.

નિર્માતા તરફથી હીરો કરિઝ્મા ઝેડએમઆરનું રિલોંચિંગ એક આશ્વર્યજનક પગલું છે. પ્રતિસ્પર્ધાના આ નવા જમાનામાં ના ફક્ત આ મોટરસાઇકલની માંગ છે પરંતુ હીરો પણ તેનાથી આગળ વઅધતાં એક્સટ્રીમ 200આર અને આગામી બાઇક હીરો એક્સપલ્સની તરફ વધી રહી છે. 

નવી હીરો કરિઝ્મા ઝેડએમઆર 2018 મોડલમાં કોઇપણ પ્રકારના કોસ્ટમેટિક ફેરફાર કરવામાં આવ્યા નથી. આ બિલકુલ એવી જ છે જેવી ઓટો એક્સપો 2018માં જોવા મળી હતી. આ બાઇકનું એંજીન પણ 233 સીસીનું જ છે. હીરોના અનુસાર આ બાઇકની ટોપ સ્પીડ 129 પ્રતિ કલાકની છે. 

કંપનીએ આ પહેલાં HX 250R ને બનાવવાની યોજનાને ટાળી દીધી હતી. તેનાથી લોકો ખૂબ નિરાશ થયા હતા. આ એક સ્પોર્ટ્સ બાઇક હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે HX 250R ના 250 સીસીવાળા એંજીનનો ઉપયોગ નવી કરિઝ્મામાં કરવામાં આવી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link