Knowledge: Hotel Room માં હોઈ શકે છે Hidden Camera, આવી રીતે કરી શકો છો ચેક

Wed, 04 Aug 2021-3:14 pm,

કોઈ પણ હોટલમાં ચેક ઈન (Hotel Check In) કરતી વખતે રૂમમાં આવતાની સાથે જ અલગ અલગ અજીબ વસ્તુઓ પર નજર કરો. કોઈ પણ વસ્તુ અજીબ લાગે તો તેને હટાવી દો. કોઈ પણ અજીબ ડિવાઈસ નજર આવે તો હોટલ સ્ટાફ કે મેનેજરને કોલ કરો. હિડન કેમેરાની (Hidden Camera In Hotel) સાઈઝ ખુબ નાની હોય છે. તેને ગમે ત્યાં છુપાવી શકાય છે. 

મોટા ભાગે કેમેરા લેન્સ (Camera Lens) હલ્કી ફુલ્કી લાઈટ પણ રિફ્લેક્ટ (Light Reflection) કર છે. એટલે ધ્યાન રાખો, રૂમમાં છુપાયેલા કેમેરાની લાઈટ પણ રિફ્લેક્ટ કરશે. રૂમમાં લાઈટ બંધ કરીને બિલકુલ અંધારુ કરી દો. પછી મોબાઈલની ફ્લેશ લાઈટ (Mobile Flashlight)થી રૂમમાં નજર કરો. જો ક્યાંય પણ રિફ્લેકશન જોવા મળે છે તો તરત જ એ જગ્યાને ચેક કરો. (How To Find Spy Camera).

જો રૂમમાં કોઈ પણ અજીબ ચીજ જોવા મળે છે કે તો તરત જ તેને ઢાંકી દો. જો કોઈ અજીબ ડિવાઈસ (Weird Spy Device) જોવા મળે છે તો તેને અનપ્લગ કરી દો. આપ ચાહો તો આવી વસ્તુઓને શોધીને છુપાવી પણ શકો છો.

આજ કાલ ટેકનોલોજી (Technology) ખુબ જ એડવાન્સ છે. મોબાઈલમાં કેટલીક એવી એપ્સ (Spy Camera Detector Mobile Apps) ડાઉનલોડ કરી શકાય છે જેની મદદથી સ્પાય કેમેરાને શોધી શકાશે.

માર્કેટમાં એવા કેટલાક સ્પાય કેમેરા ડિવાઈસ (Spy Camera Devices) મળે છે જેની મદદથી રૂમમાં છૂપાયેલા કેમેરાને શોધી શકાય. જો તમે રહોટલમં રોકાવા જાઓ છો તો આ ડિવાઈસ સાથે રાખી લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link