જ્વાલા માતાના દર્શન કરવા હિમાચલ સુધી જવાની જરૂર નથી, ગુજરાતમાં અહીં બન્યું મંદિર

Mon, 25 Nov 2024-11:24 am,

બનાસકાંઠા જિલ્લામાં સૈન સમાજનો મોટો વસવાટ જોવા મળે છે. લાખોની સંખ્યામાં સૈન સમાજના લોકો અહીં રહે છે. આ સૈન સમાજના કુળદેવી જ્વાળા દેવીનું મોટું મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલું છે. પણ જિલ્લામાં સૈન સમાજના પરિવારના લોકો જોવા મળે છે. જેનાથી પોતાની કુળદેવીના દર્શને એ બાધા આખડી કરવા હિમાચલ પ્રદેશ જઈ શક્તા નથી. જેને લઈ ગુજરાતી અને મારવાડી સૈન સમાજ સંગઠિત થઈ અંબાજી ખાતે જ્વાળા માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જેમાં જ્વાલા માતા અને સેનજી મહારાજની શોભાયાત્રા પણ નીકળવામાં આવી હતી.

શાસ્ત્રોત વિધિ પ્રમાણે જ્વાલા દેવી માતાની પ્રતિમાની પ્રતિષ્ઠાનું પૂજા અર્ચના કરી ધર્મશાળામાં સ્થિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા થવાથી યાત્રાધામ અંબાજી ખાતે દર્શને આવતા સૈન સમાજના લોકો માં અંબેના દર્શનની સાથે જ્વાળા માતાના દર્શનનો લાભ પણ લઈ શકશે. તેમજ તેમણે કુળદેવી માતાની જો કોઈ બાધા આખડી હોય તો તેઓ હિમાચલ પ્રદેશમાં નહીં પણ શક્તિપીઠ અંબાજી ખાતે જ સૈન સમાજના કુળદેવી માતાની બધા આખડી પૂરી કરવાનો લ્હાવો સ્થાનિક સ્તરે જ મળી શકશે. 

હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલું જ્વાલા દેવીનું મંદિર દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં નવ અનાદિ જ્વાળાઓ પ્રજ્વલિત રહે છે. સદીઓથી રાત-દિવસ બળતી આ જ્વાળાઓને જોવા માટે દેશ-દુનિયામાંથી ભક્તો આવે છે. આ અગ્નિની જ્વાળાઓને દેવી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે જે પાણીમાં પણ બુઝાતી નથી. એવું માનવામાં આવે છે કે તેના દર્શનથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ્વાલા માતાનું મંદિર એટલું ચમત્કારિક છે કે મુઘલ બાદશાહ અકબરને પણ તેની કીર્તિ સામે માથું નમાવવાની ફરજ પડી હતી. ધાર્મિક ગ્રંથો અનુસાર અહીં માતા સતીની જીભ પડી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link