Waooo.. સ્વિટ્ઝરલેન્ડ જેવું થયું હિમાચલ પ્રદેશ, જોવા મળ્યો મનમોહક નજારો
હવામાન વિભાગના શિમલામાં નિયામક મનમોહન સિંહે જણાવ્યું કે તે દરમિયાન કુલ્લૂના ગોંડોલામાં 10.5 સેમી, કિન્નૌરના પૂહમાં 8 સેમી અને ચંબા જિલ્લાના કોઠીમાં પાંચ સેમી હિમવર્ષા નોંધવામાં આવી છે.
મનમોહન સિંહે જણાવ્યું કે શનિવારે શિમલામાં હિમવર્ષા થઇ નથી.
અધિકારીઓએ જણાવ્યું કે કેલાંગ રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર બની ગયો છે. જ્યાં તાપમાન શૂન્યથી સાત ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું છે.
તેમણે કહ્યું કે શુક્રવાર સાંજે સાડા પાંચ વાગ્યાથી શનિવાર સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં કલ્પામાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી બે ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું છે.
તે દરમિયાન ડલહૌજીમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 1.1 ડિગ્રી સેલ્સિયસ નીચે તો કુફરીમાં શૂન્યથી નીચે 0.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયાની શરૂઆતમાં હવામાન વિભાગે 4થી 6 જાન્યુઆરી માટે ‘નારંગી ચેતવણી’ જાહેર કરી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના જણાવી હતી.