Photos: બોલીવુડના આ ગુજ્જુ સિંગરે 22 વર્ષના લગ્ન સંબંધને તોડી પત્નીની જ બહેનપણી સાથે કરી લીધા બીજા લગ્ન!
બોલીવુડમાં પોતાના ગીતો અને સિંગિંગથી એક ખાસ જગ્યા બનાવનારા આ સિંગરનો જન્મ આમ તો મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાના ત્યાં થયો હતો. પરંતુ તેઓ મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા ગામ સાથે નાતો ધરાવે છે. તેમના ગીતો લોકો ખુબ પસંદ કરે છે. અત્યાર સુધીમાં અનેક ફિલ્મો અને મ્યુઝિક આલ્બમ્સમાં પોતાના અવાજનો જાદુ ચલાવી ચૂક્યા છે. અભિનય પણ કરી ચૂક્યા છે.
સમજી ગયા તમે? બિલકુલ સાચું અહીં અમે હિમેશ રેશમિયાની વાત કરીએ છીએ. આ સિંગરની ખાસ વાત એ છે કે તેઓ એક પ્લેબેક સિંગર હોવાની સાથે સાથે મ્યુઝિક ડાયરેક્ટર, લિરિસિસ્ટ, નિર્માતા અને અભિનેતા પણ છે. જે અનેક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. જેના કારણે ફેન્સ હવે તેમને ઈન્ડસ્ટ્રીનું એક કમ્પ્લીટ પેકેજ તરીકે પણ ગણાવે છે. હિમેશ રેશમિયાએ પોતાની કરિયરની શરૂઆત 1998માં આવેલી ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કરી હતી.
હિમેશ રેશમિયાએ પોતાની 26 વર્ષની કરિયરમાં અત્યાર સુધીમાં 1300 ગીતોનું સંગીત નિર્દેશ કર્યું છે. જ્યારે અભિનયની વાત કરીએ તો તેમણે અભિનયની શરૂઆત 2007માં આવેલી ફિલ્મ આપ કા સરૂરથી કરી હતી. આ ફિલ્મમાં તેમણે અભિનયની સાથે સાથે ગીતો પણ પોતે જ ગાયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ માટે હિમેશે જર્મનીના રસ્તાઓ પર ભારતીય રિક્ષા દોડાવી હતી જેનો ડ્રાઈવર પણ તેઓ ઈન્ડિયાથી લઈ ગયા હતા.
પોતાના કામની સાથે સાથે સિંગર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહ્યા. તેમણે પહેલા લગ્ન વર્ષ 1995માં કોમલ સાથે કર્યા હતા. પરંતુ લગ્નના 22 વર્ષ બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા. વર્ષ 2017માં ડિવોર્સ લીધા બાદ હિમેશે કોમલની મિત્ર સોનિયા કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા. એવું કહેવાય છે કે હિમેશ અને સોનિયાએ વર્ષ 2006માં જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ હતું. જેનો અંદાજો કોમલને ન હતો. પરંતુ ડિવોર્સ બાદ વર્ષ 2018માં બંનેએ લગ્ન કરી લીધા. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે સોનિયા કપૂર કોમલની સારી ફ્રેન્ડ હતી. સોનિયા એક ટીવી અભિનેત્રી પણ હતી. કોમલ અને હિમેશનો એક પુત્ર પણ છે.
હિમેશ રેશમિયાએ સિંગિંગને પોતાની કરિયર પિતાને લીધે બનાવી કારણ કે પિતા હંમેશા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર સિંગર બને. 24 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ હિમેશ રેશમિયા મ્યુઝિક વીડિયો અને લાઈવ શો દ્વારા શાનદાર કમાણી કરનારા સેલિબ્રિટિઝની યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. તેમની નેટવર્થ 80 કરોડ રૂપિયાથી વધુ છે. હિમેશ પાસે કરોડો રૂપિયાની લક્ઝરી ગાડીઓ છે. આ ઉપરાંત તેમની પાસે એચ આર નામનો એક મ્યુઝિક સ્ટુડિયો પણ છે.