Photos : અકબરે તેના કિલ્લામાં કેદ કર્યું હતું આ પવિત્ર અક્ષયવટને, જેની પાછળ છુપાયું છે મોટું રહસ્ય

Fri, 11 Jan 2019-8:26 am,

અક્ષયવટનું પ્રાચીન વૃક્ષ યમુના તટ પર બંધાયેલ અકબરના જિલ્લામાં કેદ હતું. મુગઘ તેમજ અંગ્રેજોના શાસનમાં અક્ષયવટનું દર્શન દુર્લભ હતું. દેશને આઝાદી મળ્યા બાદ પણ ત્યાં સુધી કોઈ પહોંચી શક્તુ ન હતું. અકબરે યમુના કિનારે કિલ્લો બનાવવાનો પાયો 1574માં મૂક્યો હતો. કિલ્લો બનવામાં 42 વર્ષ લાગી ગયા હતા. પાયો રાખ્યા બાદથી અક્ષયવડના દર્શન-પૂજનની પ્રથા બંધ કરી દેવાઈ હતી. ત્યાં લોકોના આવનજાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મુઘલ શાસન બાદ અંગ્રેજી હકૂમતમાં પણ અક્ષયવટના દર્શન પર પ્રતિબંધ હતો. અંગ્રેજોએ કિલ્લાને કબજો કરીને પોતાની છાવણી બનાવી હતી. જ્યાં હથિયાર બનાવવામાં આવતા હતા. તેથી ત્યારે પણ સામાન્ય લોકો પ્રવેશ કરી શક્તા ન હતા. તેમજ કિલ્લાની પાસેથી ફરવાની પણ મનાઈ હતી. દેશના આઝાદી મળ્યા બાદ સમય સમય પર શ્રદ્ધાળુઓ દ્વારા તેને દર્શન માટે ખુલ્લુ મૂકવાની માંગ ઉઠતી રહી હતી. પરંતુ સેનાને કારણે તેને ખોલવામાં આવ્યું ન હતું.  

મુઘલ શાસકોએ અક્ષયવટનું અસ્તિત્વ નાબૂદ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા. હિન્દુઓની ધાર્મિક માન્યતા તેમજ ભાવનાને દુભાવવા માટે અક્ષયવડને 23 વાર કાપવામાં તેમજ બાળવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેને નષ્ટ કરવામાં અસફળ રહ્યા હતા. કાપ્યા કે બાળ્યાના થોડા મહિના બાદ તે ફરીથી પોતાના મૂળ રૂપમાં આવી જતું હતું. તેથી હારીને તેઓએ અક્ષયવટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેના માટે વિશાળ ઘેરાવ બનાવવામાં આવ્યો, અને ત્યાં જવાને કોઈને પરમિશન ન હતી. ત્યારથી આ અક્ષયવટ કિલ્લામાં કેદ હતું. 

યજ્ઞોવાળું આ સ્થળ પૃથ્વીના પવિત્ર સ્થળમાંનું એક કહેવાય છે. ધાર્મિક માન્યતા છે કે, સૃષ્ટિની રચના પહેલા પરમપિતા બ્રહ્માજીએ અહીં યજ્ઞ કર્યુ હતું. પ્રયાગમાં યજ્ઞથી સૃષ્ટિની રચના થઈ હતી. બ્રહ્માજીએ જ્યારે પ્રયાગમાં યજ્ઞ કર્યું હતું, ત્યારથી અહીં અક્ષયવટ મોજૂદ છે. ભાગવત પુરાણમાં લખાયું છે કે, અક્ષયવટમાં ભગવાન વિષ્ણુ બાળરૂપમાં શયન કરતા હતા. ધરતી પર પ્રલય આવવા છતા પણ તેને કંઈ જ થતું નથી. પ્રયાગ મહાત્મય, પદ્મ તેમ જ સ્કંદ પુરાણમાં અક્ષયવટને દર્શનના મોક્ષનું માધ્યમ બતાવાયું છે. 

આ વૃક્ષ પર ચઢીને લોકો મોક્ષની ઈચ્છા માટે નદીમાં છલાંગ લગાવતા હતા. આ અંધવિશ્વાસે અનેક લોકોના જીવ લીધા હતા. સાતમી શતાબ્દીમાં વ્હેનત્સાંગની યાત્રાની યાદગીરીના રૂપમાં તેને ઈતિહાસકાર વાટર્સે તેને આદમખોર વૃક્ષ એવું નામ આપ્યું હતું. કદાચ આ વૃક્ષ લોકો પોતાનો જીવ આપતા હતા, તેથી તેને આ નામ આપ્યું હશે. 10મી લઈને 16મી શતાબ્દી સુધી અલગ અલગ લોકોએ તેને અલગ નામ અને ઉપમા આપી છે. અકબરના સમકાલીન ઈતિહાસકાર બદાયુનીએ પણ લખ્યું છે કે, મોક્ષની ઈચ્છામાં અનેક કાફીર તેના પર ચઢીને નદીમાં કૂદીને પોતાનો જીવ આપતા હતા. જે સમયે અકબર અહી કિલ્લો બનાવી રહ્યા હતા, ત્યારે તેની પરિધિમાં અનેક મંદિર આવ્યા હતા. અકબરે તે મંદિરોની મૂર્તિઓને એક જગ્યાએ એકઠી કરી હતી. બાદમાં આ સ્થાન લોકો માટે ખોલવામાં આવ્યું, જેને પાતાલપુરી નામ આપવામાં આવ્યું હતું. જે જગ્યાએ અક્ષયવટ હતું, ત્યાં રાણીમહેલ બની ગયું. હિન્દુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને પ્રાચીન વૃક્ષની એક ડાળી પાતાલપુરીમાં સ્થાપિત કરવામાં આવી હતી. જેથી સામાન્ય લોકો આ અક્ષયવટના દર્શન કરે છે. પરંતુ અસલી અક્ષયવટ કિલ્લાની અંદર મોજૂદ હતું. 

અક્ષયવટને બાળીને પૂરી રીતે નષ્ટ કરી દેવાનો પ્રયાસ જહાંગીરના સમયમાં પણ થયો, પરંતુ વારંવાર રાખમાઁથી અક્ષયવટની શાખાઓ ફૂટી નીકળતી હતી. જેણે વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું હતું. વર્ષ 1611માં વિલિયમ ફ્રેન્ચે લખ્યું છે કે, મહેલની અંદર જે વૃક્ષ છે, તે ભારતીય જીવન વૃક્ષ છે. માન્યતા છે કે, તે ક્યારેય નષ્ટ થતું નથી. પઠાણ રાજાઓ અને તેમના પૂર્વજોએ પણ તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે અસફળ રહ્યો હતો. જહાંગીરે પણ એવું જ કહ્યું, પરંતુ તે પુનજીવિત થયું અને તેની નવી શાખાઓ ફૂટી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link