Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!

Mon, 14 Jun 2021-3:36 pm,

એક મહિલા અને એક પુરુષ જ્યારે શારીરિક સંબંધ બાંધે છે ત્યારે તેમને એઈડ્સ જેવી ભયંકર બીમારીથી બચાવવામાં કોન્ડોમ સૌથી મહત્ત્વનું શસ્ત્ર સાબિત થાય છે. એટલું જ નહીં કોન્ડોમના ઉપયોગને કારણે જનસંખ્યા પર પણ નિયંત્રણ લગાવી શકાય છે. કોન્ડોમ મહિલા અને પુરુષ બન્નેને સુરક્ષા પુરી પાડે છે.

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

હાલ સમયમાં એઈડ્સની સાથે સાથે ન જોઈતા ગર્ભથી સુરક્ષા આપવાના મામલામાં કોન્ડોમનો કોઈ તોડ નથી. આ જ કારણ છે કે સમયની સાથે સાથે કોન્ડોમની માગ પણ વધી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે આ કોન્ડોમ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા અને પહેલાં તે કઈ વસ્તુમાંથી બનાવવામાં આવતા હતા?. જ્યાં સુધી અમારો ખ્યાલ છે  કોન્ડોમ સાથે જોડાયેલી આવી દિલચશ્પ જાણકારી બહુ ઓછા લોકોની પાસે છે. આથી અમે તમને કોન્ડોમનો ઈતિહાસ બતાવવા જઈ રહ્યા છીએ.

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

Gynaecology Centres Australia એક રિપોર્ટ પ્રમાણે યૂરોપમાં કોન્ડોમનો ઈતિહાસ મધ્ય યુગથી શરૂ થયો હતો. તે સમયે Syphilis બીમારી એક મહામારી તરીકે સામે આવી હતી. વર્ષ 1964માં ઈટલીના એક ડોક્ટર ગ્રેબિએલ ફેલોપિયોએ લખ્યું છે કે એક લિનન બેગને મીઠું કે અન્ય જડી બુટીઓમાં બોળીને ઉપયોગ કરીએ તો Syphilisથી સુરક્ષા મળી શકે છે. સમય પસાર થયો અને 18મી સદીમાં લિનન અને રેશનમાં બનાવેલા કોન્ડોમનો ઉપયોગ કરવાનું શરૂ થયું. તે સિવાય અનેક લોકો તો બકરી અને ઘેટાંના આંતરડામાંથી બનાવેલ કોન્ડોમનો ઉપયોગ કરતાં હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે કોન્ડોમ શબ્દ લેટિન ભાષાના Condusમાંથી લેવામાં આવ્યા છે. જેનો અર્થ છે પાત્ર, કોઈ વસ્તુને રાખવામાં ઉપયોગમાં આવતી થેલી કે બીજું કંઈપણ.

 

 

 

 

 

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ

કોન્ડોમના નામને લઈને કેટલાંક જાણકારોનું કહેવું છે કે વર્ષ 1645માં બ્રિટીશ સેનાના કર્નલ ક્વાંડમ (Colonel Quondam)એ પશુઓના આંતરડામાંથી દુનિયાનો પહેલો કોન્ડોમ બનાવ્યો હતો. આ કારણ છે કે ડોક્ટરના નામ પરથી તેને કોન્ડોમ નામ મળ્યું. પશુઓના આંતરડામાંથી બનવાના કારણે તે સમયે કોન્ડોમની કિંમત ઘણી વધારે હતી. તેના પછી 1839માં ચાર્લ્સ ગુડઈયરે પ્રાકૃતિક રબરથી કોન્ડોમ બનાવવાનો એક રસ્તો શોધી કાઢ્યો. રબરમાંથી બનેલ કોન્ડોમ પશુઓના આંતરડામાંથી બનતાં કોન્ડોમની સરખામણીએ સુવિધાજનક હતા. તે ટકાઉ પણ હતા અને સરળતાથી ફાટતાં ન હતા. તે સમયે પુરુષોને સલાહ આપવામાં આવતી હતી કે તે પ્રાકૃતિક રબરમાંથી બનેલા કોન્ડોમને ધોઈને ત્યાં સુધી ઉપયોગ કરી શકે છે જ્યાં સુધી તે ફાટી ન જાય.

 

 

કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

તે સિવાય mtv.comના એક રિપોર્ટ પ્રમાણે ફ્રાંસની કોઈ ગુફામાં હજારો વર્ષ જૂની પેઈન્ટિંગ મળ્યું હતું. વેબસાઈટના જણાવ્યા પ્રમાણે આ પેઈન્ટિંગ્સ 12 હજારથી 15 હજાર વર્ષ જૂનું હતું. પરંતુ આશ્વર્યની વાત એ છે કે આટલા જૂના પેઈન્ટિંગ્સમાં કોન્ડોમ જેવું ચિત્ર બનાવેલું છે. તેના પરથી અટકળ લગાવી શકાય છે કે કોન્ડોમનો ઉપયોગ આદિ માનવ પણ કરતા હતા. જોકે તેના વિશે કોઈ ખાસ જાણકારી મળી શકી નથી.

 

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

MTVના રિપોર્ટ પ્રમાણે કોન્ડોમનો ઈતિહાસ બિલકુલ સ્પષ્ટ નથી. તેમાં અનેક પ્રકારના મતભેદ છે. પરંતુ આ વાતમાં કોઈ શંકા નથી કે 17મી સદીમાં કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો હતો. યૂનાઈટેડ કિંગ્ડમના ડુડલે કેસલમાં ખોદાણ દરમિયાન કેટલાંક કોન્ડોમ મળી આવ્યા હતા. આ કોન્ડોમ પશુઓ અને માછલીઓના આંતરડામાંથી બનાવવામાં આવ્યા હતા. જે ડુડલે કેસલના મધ્યકાલીન શૌચાલયમાં મળ્યા હતા. રિપોર્ટ પ્રમાણે શૌચાલયમાં મળેલા આ કોન્ડોમ 1646ની આસપાસ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. રિપોર્ટનું માનીએ તો આ કોન્ડોમ સૌથી જૂનો કોન્ડોમ હતો.

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

અત્યારે યુવાઓ કોન્ડોમનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં કરે છે. અત્યારે કોન્ડોમ રબરમાંથી બનાવવામાં આવે છે. આ સિવાય વિવિધ કંપનીઓએ અલગ-અલગ ફ્લેવરના કોન્ડોમ પણ બજારમાં મૂક્યા છે. જેમને પ્રાકૃતિક રબર, લેટેક્સમાંથી બનાવવામાં આવે છે.

 

 

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link