Vraj Holi: ભારતમાં અહીં દોઢ મહિના સુધી રમાય છે હોળી, રાધા-કૃષ્ણના સમયથી શરૂ થઈ હતી આ પરંપરા

Mon, 29 Mar 2021-9:19 am,

હોળીની વાત બરસાના વગર અધૂરી જ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એટલે કે મથુરા અને તેમાં પણ ખાસ કરીને નંદગામ અને બરસાનાની હોળીની તો વાત જ અલગ છે. આજની તારીખમાં પણ લોકો વ્રજની હોળી જોવા માટે અલગ અલગ સ્થળેથી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં આખા દેશમાં હોળી અને ધુળેટી એમ બે દિવસનો તહેવાર છે ત્યારે વ્રજમાં હોળીનો તહેવાર દોઢ મહિના સુધી ચાલે છે. તો ચાલો જાણીએ કે આ દોઢ મહિના દરમિયાન કઈ કઈ હોળી રમવામાં આવે છે.

 

 

Provident Fund: તમારા EPFમાં થઈ જશે 66 ટકાનો વધારો, હવે તમે કરોડપતિ બનીને થશો રિટાયર્ડ

લડ્ડુની હોળીઃ લડ્ડુની હોળી રાધારાણીની નગરી બરસાનામાં રમવામાં આવે છે. આ દિવસે રાધાજીના ગામ બરસાનામાં ફાગ આમંત્રણનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આ ઉત્સવા ભાગરૂપે લાડુ ઉછાળવામાં આવે છે અને લાડુઓને લૂંટવા માટે લોકોની ભારે પડાપડી હોય છે. લોકવાયિકા મુજબ ફાગળ મહિનાની શરૂઆતમાં એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે બરસાનાની રાણી રાધાજીએ નંદગામનાં કુંવર કૃષ્ણને હોળી રમવાનું આમંત્રણ મોકલાવ્યુ હતું. કૃષ્ણએ રાધાજીના આમંત્રણનો સ્વીકાર કરતા આખા તેમણે આખા બરસાનામાં લાડુ વહેંચ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી બરસાનામાં આ દિવસને લડ્ડુની હોળીના નામે ઓળખવામાં આવે છે.

 

 

 

HAPPY BIRTHDAY KANGANA RANAUT: જાણો અથાણું અને રોટલી ખાઈને દિવસો પસાર કરતી કંગના કઈ રીતે બની ગઈ બોલીવુડની ક્વીન

લઠ્ઠમાર હોળીઃ વ્રજની લઠ્ઠમાર હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે. લઠ્ઠમાર હોળી બરસાનામાં જ નંદગામના હુરયારો સાથે રમવામાં આવે છે.  આ લઠ્ઠમાર હોલીમાં નંદગામના યુવકો અને બરસાનાની યુવતીઓ ભાગ લે છે. આ હોળી સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. એવુ માનવામાં આવે છે કે જ્યારે નંદગામથી શ્રીકૃષ્ણ સખાઓ સાથે હોળી રમવા બરસાના આવ્યા, ત્યારે રાધાજીની સખીઓએ તેમને ગામમાં પ્રવેશતા રોકવા માટે લાકડીઓથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં કૃષ્ણ સહિત સખાઓએ બધી સખીઓ પર ગુલાલની છોળ ઉડાડીને ગામમાં પ્રવેશીને હોળી રમી હતી. આજે પણ વ્રજમાં આ પ્રકારે લઠ્ઠમાર હોળી રમાય છે. જોકે આજે યુવતીઓની લાકડીઓના મારથી બચવા યુવકો ઢાલનો ઉપયોગ કરે છે. અને હાસ્ય, કિલ્લોલ કરતા લઠ્ઠમાર હોળી કે હુરયારાનો આનંદ ઉઠાવે છે.

ફૂલોની હોળીઃ લડ્ડુ હોળી, લઠ્ઠમાર હોળી બાદ ફૂલથી હોળી રમવામાં આવે છે. આ હોળી મથુરામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં રમાય છે. મંદિરમાં અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી દ્વારકાધીશને હોળી રમાડવામાં આવે છે. મથુરામાં આ હોળીને રંગભરનીનાં નામથી પણ ઓળખવામાં આવે છે.

છડીમાર હોળીઃ તમને લાગશે કે લઠ્ઠમાર હોળી અને છડીમાર હોળી વચ્ચે શું ફેર. પરંતુ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે વ્રજ પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની અલગ અલગ ભાવથી ભક્તિ કરવામાં આવે છે. ખાસ કરીને ગોકુલમાં. ગોકુલમાં શ્રીકૃષ્ણનું બાળપણ વિત્યુ છે. એટલા માટે ગોકુલવાસી કૃષ્ણને બાળસ્વરૂપે ભજે છે. હોળીના ખેલમાં કૃષ્ણને ક્યાંક વાગી ન જાય એટલા માટે તેઓ છડીથી હોળી રમે છે. આ છડી કાપડમાંથી બનાવવામાં આવે છે. ગોકુલની આ છડીમાર હોળી પણ બરસાનાની લઠ્ઠમાર હોળી જેટલી જ વિખ્યાત છે.

 

 

 

OFFERING JOB: દારૂ બનાવતી આ ફેક્ટરી પ્રતિ મહિને આપી રહી છે 7.24 લાખ રૂપિયા પગાર, સાથે રહેવાનું મફત

ગુલાલની હોળીઃ  હોળીનો તહેવાર રંગ વગર અધૂરો જ લાગે છે. તમામ પ્રકારની હોળી ધામધૂમથી રમ્યા બાદ ગુલાલથી હોળી રમવામાં આવે છે. વ્રજમાં ગુલાલની હોળી રમવાની સાથે સાથે રસિયા ગાવાનું પણ મહત્વ છે. રસિયા પારંપરિક વ્રજ ભાષામાં ગાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે હોળીના દોઢ મહિના દરમિયાન વ્રજભક્તો કૃષ્ણને ગારી પણ આપે છે અને ભગવાન તેને સહર્ષ સ્વીકારી પણ લે છે. રસિયા ગવાતા હોય ત્યારે નર નારીનો વેશ ધારણ કરીને નૃત્ય પણ કરે છે. વ્રજની આ ગુલાલની હોળી જોવા માટે દરવર્ષે દેશ-વિદેશથી લોકો આવે છે.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link