Provident Fund: તમારા EPFમાં થઈ જશે 66 ટકાનો વધારો, હવે તમે કરોડપતિ બનીને થશો રિટાયર્ડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ Provident Fund નવા પગાર ધોરણના નિયમ (The New Wage Code) છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં છે. પગાર ધોરણ અંગે કેટલીય ચર્ચા ચાલી પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.ધ્યાનમાં લેવાવાળી વાત એ છે કે, જ્યારે પણ નવો વેજ કોડ લાગુ પડશે ત્યારે ખાનગી સેક્ટરમાં કામ કરવાવાળા કર્મચારીઓ માટે રાહતના સમાચાર હશે. નવા વેજ કોડમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીના બેઝિક પગારમાં CTCના 50 ટકાથી ઓછી નહીં થાય. જેની અસર EPFની રકમ પર પણ થશે. કર્મચારી અને કંપની દર મહિને બેઝિક પગારના 12-12 ટકા ફાળો PFમાં આપશે.

 

 

 

EPFOના ખાતેદારો માટે મોટી રાહત

1/4
image

EPF નિયમ મુજબ જો તમે PFના સંપૂર્ણ રૂપિયા ઉપાડી લો છો તો તેના પર ટેક્સ લાગતો નથી. PFમાંથી પૂરા રૂપિયા ઉપાડવા માટે વેજ કોડ લાગુ થયા પછી  જ્યારે પગાર 50 ટકા ઉપર હોય અને તેના પર PF યોગદાન કપાશે. આ પ્રકારનું યોગદાન કપાશે તે PF ફંડ પણ કપાશે.

નવા વેજ નિયમ પ્રમાણે PFની ગણતરી

2/4
image

માની લો કે તમારી ઉમર 35 વર્ષ છે અને તમારો પગાર મહિને 60,000 રૂપિયા છે. આ કેસમાં 10 ટકા વર્ષનું ઈન્ક્રીમેન્ટ માનવામાં આવે છે. તો PFનો વ્યાજદર 8.5 ટકા થવા પર રિટાયર્ડમેન્ટ થવાની ઉંમર સુધી એટલે કે 25 વર્ષ પછી તમારા PFનું કુલ બેલેન્સ 1,16,23,849 રૂપિયા થશે.

જુનાની હરીફાઈમાં 66 ટકા વધુ થશે PF ફંડ

3/4
image

હવે તેના વર્તમાન EPFથી તેના તેના PF બેલેન્સ સાથે સરખાવીએ તો રિટાયર્ડમેન્ટ પછી PF બેલેન્સની રકમ 69,74,309 રૂપિયા થાય છે. નવા વેજ નિયમથી PF બેલેન્સ જુના ફંડ કરતા ઓછામાં ઓછા 66 ટકા વધુ હશે.

ગ્રેચ્યુટી

4/4
image

નવા વેજ કોડ પ્રમાણે કર્મચારીઓની ગ્રેચ્યુટીમાં પણ ફેરફાર થશે. ગ્રેચ્યુટીની ગણતરી હવે મોટાપાયે થશે જેમાં બેઝિક પેની સાથે સાથે બીજા ભથ્થા જેવા કે ટ્રાવેલ, સ્પેશિયલ ભથ્થાનો સમાવેશ થાય છે તે બધી કંપનીની ગ્રેચ્યુટીમાં જોડાશે.