Hair Lice: એક રાતમાં માથાની જૂ અને લીખથી મેળવો છુટકારો, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઉપાય
કડવા લીમડાના ગુણ માથામાંથી જૂ અને લીખને ઝડપથી દૂર કરે છે. એક કપ પાણીમાં કડવા લીમડાના પાનને બરાબર ઉકાળી પછી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વાળના મૂળમાં અને વાળમાં સારી રીતે લગાડો. બે કલાક સુધી તેને રહેવા દો અને પછી હુંફાળા પાણીથી વાળને સારી રીતે સાફ કરો. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરશો એટલે જુ મરવા લાગશે.
ઓલિવ ઓઈલની અસર પણ જૂ ને મારે છે. જુ ને રાતોરાત ખતમ કરવી હોય તો ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો. ઓલિવ ઓઈલને રાત્રે વાળમાં સારી રીતે લગાડો. ત્યાર પછી શાવર કેપ પહેરી લો. આખી રાત આ રીતે વાળમાં શાવર કેપ રહેવા દો બીજા દિવસે સવારે ઝીણા કાંસકાથી વાળ ઓળશો એટલે ઝૂ નીકળવા લાગશે.
એપલ સાઇડર વિનેગર અને નાળિયેર તેલનું મિશ્રણ પણ જૂ ને દૂર કરે છે. તેના માટે એક ચમચો નાળિયેરનું તેલ લઈ તેમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. આ મિશ્રણને માથામાં સારી રીતે લગાડી શાવર કેપ પહેરો. આ મિશ્રણને પણ આખી રાત વાળમાં રહેવા દો. સવારે હુંફાળા પાણીથી વાળ ધોઈ અને ઝીણા કાંસકાથી વાળ ઓળી લેવા. તેનાથી જૂ નીકળી જશે.
ટી ટ્રી ઓઇલ પ્રાકૃતિક વસ્તુ છે જે જૂ ને વાળમાંથી કાયમ માટે દૂર કરી દે છે. નાળિયેર તેલની સાથે આ તેલ મિક્સ કરી વાળમાં સારી રીતે નિયમિત લગાડો. આ તેલને બે કલાક વાળમાં રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરી ઝીણા કાંસકાથી વાળ ઓળી લેવા. જુ નીકળવા લાગશે.