બોરસદ પાસે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત : કારનું એવુ પડીકું વળ્યું કે જીવ બચાવવા યુવકો બહાર નીકળી જ ન શક્યા
આણંદના બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો.
રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ યુવાનોને અંદર જ મોત મળ્યુ હતું.
કાર એટલી હદે ક્ષતવિછત થઈ ગઈ હતી કે, જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા.
ત્રણ કલાકની જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણેણ યુવાનો બોરસદના જંત્રાલના વતની છે. હાલ ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.